VLC Media Player ની લોકપ્રિયતા અને મહત્વને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ આ પ્લેયરને વિંડોઝ પ્લેતફોર્મ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. MediaNama ના એક રિપોર્ટ અનુસાર VLC Media Player ને ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ લગભગ 2 મહિના પહેલાં થયું હતું. જોકે આ પ્રતિબંધ વિશે ના તો કંપની અને ના તો ભારત સરકારે કોઇ જાણકારી આપી. તમને જણાવી દઇએ કે VLC Media Player એક ચીની કંપની ઓપરેટ કરવામાં આવે છે. તેને પેરિસ સ્થિત ફર્મ VideoLAN દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે.

જોકે, પ્રતિબંધ પાછળનું કારણ ટિપ્સ્ટર અભિષેક યાદવે ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે વીએલસી મીડિયા પ્લેયરને બેન કરવાનું કારણ હેકિંગ કહેવામાં આવી રહ્યું છે. જોકે ચીની હેકિંગ ગ્રુપ વીએલસી પ્લેયરની મદદથી હેકિંગ કરી રહી હતી. જોકે તેની એપ એંડ્રોઇડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આઇટી અધિનિયમ 2000 હેઠળ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના અનુસાર વેબસાઇટ બ્લોક કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ભારત સરકાર ગત કેટલાક વર્ષથી સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ઘણી ચીની એપ્સને બ્લોક કરી ચૂકી છે. 2020 માં ભારત સરકારે ઘણી એપ્સને બ્લોક કરી હતી. જેમાં PUBG મોબાઇલ, ટિકટોક જેવી એપ્સ સામેલ હતી. તાજેતરમાં સરકારે PUBG મોબાઇલ ભારતીય વર્જન BGMI ને પણ ભારતમાં બ્લોક કરી દીધી છે. આ નિર્ણય બાદ ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસના સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.