પોદાર સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવની કરાઈ ઉજવણી, વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન વેશભૂષા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

જામનગરના શૈક્ષણિક જગતમા ઝળહળતું નામ એટલે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલતા દર્શાવી તા.26.1.23 ને ગુરુવારના રોજ પોદાર પ્રેપ અને ગ્રેડ 1એન્ડ 2 વિંગ જામનગરના વાર્ષિક ઉત્સવ જમ્બો વનબંધુ / નૃત્ય તરંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉત્સવમા વિદ્યાર્થીઓેને ભારતના વિવિધતા ભર્યાં સંસ્કૃતિની અનુભૂતિ કરાવવામાં આવી હતી.આ ઉત્સવને બિરદાવવા માટે આર્મી વીંગના લેફ્ટેનન્ટ શ્રિસ્તી રાણા, પ્રિન્સિપાલ શ્રીમતી રંજના ઝા તથા અન્ય મહાન અનુભવોનું મહત્વનું યોગદાન રહેલ હતું. આ ઉત્સવને પોદાર ઇન્ટરનેશનલ વાલીઓ દ્વારા બિરદાવવામાં આવ્યો હતો.

આ ઉત્સવને સાથે સાથે વસંપંચમીને ધ્યાનમા રાખી સરસ્વતી પૂજા તથા 26જાન્યુઆરી ધ્યાનમા રાખી 74ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ ઉત્સવને સફળ બનાવવા માટે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ જામનગર ના પ્રિન્સિપાલ શ્રીમતી રંજના ઝા નું માર્ગદર્શન ખૂબ પ્રશંશનીય રહેલ અને તેમના દ્વારા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ તથા પોદાર પ્રેપ ની સમસ્ત ટીમને બિરદાવવામાં આવેલ હતી.