Site icon Meraweb

મુંબઇથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ખળભળાટ ,દિલ્હીમાં કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ

છેલ્લા ઘણા સમયથી શાળા, કોલેજ, એરપોર્ટ તથા ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી રહી છે. ક્યારેક ઇમેઇલ દ્વારા તો ક્યારેક ધમકીનો પત્ર મળી આવે છે. વારંવાર આ પ્રકારની ધમકીઓ મળી રહી છે. કોણ આપી રહ્યુ છે, કેમ આપી રહ્યું છે તે સાચુ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવે છે. પરંતુ કોઇ ઠોસ કારણ સામે આવતુ નથી. છેલ્લે તો ધમકીઓ અફવા જ નીકળે છે. પરંતુ તમે ફ્લાઇટમાં હોવ અને ફ્લાઇટમાં બોમ્બ હોવાની તમને જાણ થાય તો કેવો જીવ અધ્ધર થઇ જાય. બસ આવુ જ બન્યુ મુંબઇથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ ?

મુંબઇથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. પ્લેનને ઝડપથી દિલ્હી તરફ લઇ જઇને દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યુ હતું. પ્લેન પણ હાલમાં દિલ્હી એરપોર્ટ પર ઉભું છે. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રોટોકોલ મુજબ પ્લેનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આવો જ એક કિસ્સો 22 ઓગસ્ટે પણ પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે એર ઈન્ડિયાના અન્ય એક વિમાનમાં બોમ્બની ધમકી મળી હતી. આ ફ્લાઈટ મુંબઇથી તિરુવનંતપુરમ પહોંચી હતી. આ પછી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી

તમામ યાત્રીઓ સુરક્ષિત- પ્રવક્તા, એર ઇન્ડિયા

બોમ્બની ધમકીને કારણે સુરક્ષાની ચિંતાઓને કારણે મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. પ્લેન હાલમાં IGI એરપોર્ટ પર છે અને મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે તેમ દિલ્હી પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ એર ઇન્ડિયાના પ્રવક્તા દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે 14 ઓક્ટોબરે મુંબઇથી JFK જતી ફ્લાઈટ Al119ને ચોક્કસ સુરક્ષા ચેતવણી મળી હતી અને સરકારની સુરક્ષા નિયમનકારી સમિતિની સૂચના પર તેને દિલ્હી તરફ વાળવામાં આવી હતી. બધા મુસાફરો ઉતર્યા છે અને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ પર છે