રાજસ્થાનના બાડમેરમાં એરફોર્સનું વિમાન ક્રેશ થતાં બને પાયલોટ શહિદ

An Air Force plane crashed in Rajasthan's Barmer killing a pilot

ગુરુવારે રાતે રાજસ્થાનના બાડમેરમાં એક મિગ વિમાનને મોટો અકસ્માત નડ્યો હતો. દુર્ઘટના એટલી ભયાનક હતી કે મિગનો કાટમાળ અડધો કિલોમીટર સુધી વિખેરાઈ ગયો હતો. આ ક્રેશ બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયું છે. વિમાનમાં બે પાયલટ હતા. મીડિયા રિપોર્ટ અનુસાર દુર્ઘટનામાં બન્ને પાયલટના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

An Air Force plane crashed in Rajasthan's Barmer killing a pilot

દુર્ઘટના પહેલા MiG-21 ભીમડા ગામની આસપાસ ઉડાન ભરી રહ્યું હતું. જોકે ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના રાત્રે અંદાજિત 9 વાગ્યા બની છે. સૂચના મળતા જ જિલ્લા કલેક્ટર, એસપી સહિત વાયુસેનાના અધિકારી ઘટના સ્થળ માટે રવાના થઇ ગયા. દુર્ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ એર ચીફ સાથે વાત કરી છે. મિગ-21 ક્રેશ થયા બાદ કેટલાક વીડિયોઝ પણ સામે આવી રહ્યા છે. તેમાં તમામ તરફ આગ અને મિગનો કાટમાળ દેખાઇ રહ્યો છે. કાટમાળની આસપાસ ઘણા લોકો પણ એકઠા થયા છે.

An Air Force plane crashed in Rajasthan's Barmer killing a pilot

મિગ-21ના ક્રેશ થવાનો પહેલા પણ સામે આવતો રહે છે. બાડમેરમાં ગત વર્ષ ટ્રેનિંગ દરમિયાન પણ મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારે પાયલોટ સુરક્ષિત બહાર કઢાયા હતા. આ પહેલા 21 મે 2021એ પંજાબના મોગામાં મિગ-21 વિમાન પણ ક્રેશ થયું હતું. તેમાં પાયલોટ અભિનવ શહીદ થઇ ગયા હતા. ત્યાં બાગપતના રહેવાસી હતા. તેમના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.