ગુજરાતમાં કેમિકલ કાંડ વચ્ચે જામનગરમાં SOG એ પકડી બનાવટી દૂધની ફેક્ટરી

Amid chemical scandal in Gujarat, SOG nabs fake milk factory in Jamnagar

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે એસ.ઓ.જી દ્વારા દોરો પાડીને એક બનાવટી દૂધની ફેક્ટરી પકડી પાડી છે…. આ ફેક્ટરી પર દાળઢડા ઘી પાવડર અને પાણીના મિશ્રણથી દૂધ બનાવવામાં આવતું હતું… આ જગ્યા પર એકાએક પોલીસ ત્રાટકતા પોલીસે આશરે 800 લીટર દૂધના જથ્થાનો નાશ કર્યો છે…. રેકેટ કેટલા સમયથી અને કેટલી જગ્યાએ વિસ્તરેલું છે? તે વિગતો મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Amid chemical scandal in Gujarat, SOG nabs fake milk factory in Jamnagar

જામનગર જિલ્લામાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.કાલાવડ તાલુકાના હરીપર ગામે અમુક શકશો નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા હોવાની ચોક્કસ બાતમીને આધારે એસઓજી પીઆઈ આરવી વીંછી સહિતના સ્ટાફે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને હરીપર ગામે રેડ કરી બનાવટી દૂધની ફેક્ટરી પકડી પાડી છે. અહીંથી બનાવેલું દૂધ ક્યાં જતું અને કઈ રીતે સપ્લાય કરવામાં આવતું ? તે અંગેની વધુ ઊંડાણપૂર્વકની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.

Amid chemical scandal in Gujarat, SOG nabs fake milk factory in Jamnagar

અત્યારે હાલ તો અહીંથી પકડાયેલ મુદ્દામાલ જેવો કે દૂધ ઘી પાવડર વગેરેના નમૂના લઇ અને લેબોરેટરીમાં મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે જામનગર જિલ્લામાં આ પ્રથમ વખત નહીં પરંતુ કાલાવડ તાલુકા માંથી જ બીજી વખત બનાવટી દૂધની ફેક્ટરી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. જેથી પોલીસ તપાસમાં ઘણા બધા રહસ્યો અને તથ્ય બનાવટી દૂધને લઈને બહાર આવી શકે છે.