Site icon Meraweb

કિસાન કોંગ્રેસના આરોપ, પોલીસે ભાયાભાઈ આહીરને અપમાનિત કરીને આત્મહત્યા કરવા મજબુર કર્યા

Alleged Kisan Congress, police humiliated brother Ahir and forced him to commit suicide

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભડથર ગામમાં ખેડૂત ભાયાભાઈ આહીર (Bhayabhai Ahir) આત્મહત્યા કેસમાં કિસાન કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખીને મૃતક ભાયાભાઈના પરિવારને ન્યાય અપાવવા માંગ કરી હતી.

આ પત્રમાં પાલ આંબલિયા પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. પાલ આંબલિયાએ ભાયાભાઈ આહીરની આત્મહત્યા પાછળ પોલીસની નિષ્ક્રિયતા અને આરોપીઓ સાથેની મીલીભગત જવાબદાર ગણાવી હતી.

વધુમાં તમણે ઉમેર્યુ હતું કે જો પોલીસે પહેલા યોગ્ય કાર્યવાહી કરી હોત તો ભાયાભાઈ તેમના પરિવાર વચ્ચે અત્યારે હયાત હોત. આ કેસમાં પોલીસે સમય પસાર કર્યો તેમજ ભાયાભાઈને અપમાનિત કરીને આત્મહત્યા કરવા મજબુર કર્યાનો આક્ષેપ કર્યો હતો.

પત્રમાં ગુજરાતમાં દાખલો બેસે તે માટે SIT ની રચના કરી નિષ્પક્ષ તપાસ કરવા પાલ આંબલિયાએ માંગ કરી છે.