ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે અમદાવાદ તથા ગાંધીનગરમાં ચાલતી હોટલ અને સ્પા સેન્ટરોમાં દરોડા પાડીને દેહવ્યાપારના ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. સીઆઈડી ક્રાઈમે કુલ ૩૫ સ્થળો પર દરોડા પાડ્યા હતા. 14થી વધુ વિદેશી યુવતીઓ મળી આવી હતી. જેમાં ટ્રાન્સજેન્ડર તથા સી-મેઈલનો પણ સમાવેશ થાય છે. સીઆઈડી ક્રાઈમે અમદાવાદ અને ગાંધીનગરની હોટલ તથા સ્પા સેન્ટરોમાં દરોડા પાડીને કુલ 22 જેટલા ગુના નોંધીને 42 લોકોની હાલ અટકાયત કરી છે.
વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા અને વિઝીટર વિઝા પર ભારત આવી હતી
મોટાભાગની વિદેશી યુવતીઓ ટુરિસ્ટ વિઝા અને વિઝીટર વિઝા પર ભારત દેશમાં આવી હતી. જેથી આ બંને વિઝા પર આવેલા વિદેશી નાગરિકને ભારત દેશમાં કામ કરવાની મંજુરી મળતી હોતી નથી જેના લીધે દેહવ્યાપરનો વ્યવસાય કરતી ઝડપાયેલી વિદેશી યુવતીઓ વિરુદ્ધ ધ-ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો નોંધીને અટકાયત કરવામાં આવી છે.
સીઆઈડી ક્રાઈમે દરોડા પાડતા પહેલા ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કરાવી હતી
સ્પા સેન્ટરોમાં દોડધામ મચી જવા પામી હતી. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની જુદી-જુદી ટીમોએ શહેરની હોટલ તથા સ્પા સેન્ટરમાં ચાલતા દેહવ્યપારના ધંધા પર તવાઈ બોલાવી હતી. સીઆઈડી ક્રાઈમે અમદાવાદની હોટલોમાં ફીલીપાઈન્સ, યુગાન્ડા, થાઈલેન્ડ, ઉઝબેકિસ્તાન, તઝબેકિસ્તાન અને રશિયા વિદેશી મહિલાઓ દેહવ્યાપાર કરતી હોવાનું સામે આવ્યું છે. જયારે ૩૫ જેટલી ભારતીય મહિલા તથા યુવતીઓ જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી તથા આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમની રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ તમામ યુવતીઓ અને મહિલાઓ સ્પા સેન્ટર તથા હોટલોમાં દેહ વ્યાપાર કરતી હતી. સીઆઈડી ક્રાઈમે દરોડા પાડતા પહેલા ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કરાવી હતી. વિદેશી યુવતીઓ માટે એપ્લીકેશન થકી વેપાર ચાલતો હતોસીઆઈડી ક્રાઈમને દરોડા દરમિયાન કેટલીક બાબતો ધ્યાને આવી છે. જેમાં વિદેશી યુવતીઓનું આ રેકેટ ચોક્કસ એપ્લીકેશનો મારફતે ચલાવવામાં આવતું હતું. જેમાં ગ્રાહકે એપ્લીકેશન મારફતે વિદેશી મહિલાની પસંદગી કરવાની રહેતી હોય છે ત્યારબાદ રૂપિયાની ચુકવણી કરી દીધા બાદ જેતે હોટલમાં વિદેશી યુવતી પહોંચી જતી હોય છે. તો કેટલાક કિસ્સાઓમાં વિદેશી મહિલાઓ ખ્યાતનામ હોટલમાં 10થી 15 દિવસ માટે રૂમ રાખીને રોકાતી પણ હતી.