જો તમારા ઘરમાં નાના બાળકો છે અને ચોકલેટ ખાય છે તો આ સમાચાર તમારા માટે છે કારણકે બજારોમાં નશાકારક ચોકલેટનું વેચાણ થઈ રહ્યું છે.અને નશાકારક ચોકલેટ ખાવાથી તમારા નાના બાળકોને અત્યારથી જ નશાની લત લાગી શકે છે.
જામનગરમા નશાકારક ચોકલેટનું વેચાણ થતું હોવાની બાતમીનાં આશરે એસ ઓ જી.પોલીસ સ્ટાફે ત્રણ સ્થળોએ દરોડા પાડી ૨૧૮૦૫ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો જપ્ત કર્યો હતો.

જામનગર પોલીસની એસ ઓ જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન ચૌધરી અને પોલીસ સબ ઈન્સ. જે ડી . પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે શેરી નંબર ૫૮ નાં હિંગળાજ ચોકમાં ઉમંગ પાન એન્ડ કોલ્ડિંગકસ નામની દુકાનના માલિક ઉમંગ અનિશભાઈ નંદા તથા એ જ વિસ્તારમાં આવેલ પાયલ પાન નામની દુકાનના માલિક ડાડુભાઇ કરસનભાઈ ચંદ્રાવડીયા પોતાની દુકાનમાં નશાકારક ચોકલેટ રાખી તેનું વેચાણ કરે છે. આથી પોલીસ સ્ટાફ પડ્યો હતો.અને ૪૪૫ નંગ નશાકારક ચોકલેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો રામસી લાખાભાઇ ગોજિયાએ સપ્લાય કર્યો હોવાનું જાણવા મળતા તેના નિવાસ્થાને દરોડો પાડી ત્યાં થી ૨૧૩૬૦ નંગ નશાકારક ચોકલેટ નો જથ્થો મળી આવતા તે પણ કબ્જે લેવાયો હતો.

આમ પોલીસે કુલ રૂપિયા ૩૪૩૦૩ ની કીમત ની ૨૧૮૦૫ નંગ નશાકારક ચોકલેટનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.આમ, આ ચોકલેટ aક્યાં બનાવવામાં આવે છે? ક્યાંથી આવે છે? અને કઈ રીતે વિક્ર્તાઓ સુધી પહોંચાડવામાં આવે છે? એ સમગ્ર મામલે પોલીસ દ્વારા જીણવટભરી ફરી તપાસ હાથ ધરવામાં આવી છે.





















