ક્રિકેટ બાદ 45 વર્ષ સુધી કોમેટ્રી આપનાર હવે લેશે સન્યાસ

After cricket, who gave comedy for 45 years, will now take sanyas

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડીએ ક્રિકેટ કોમેન્ટ્રીમાંથી સન્યાસ લઈ લીધો છે. લગભગ 45 વર્ષ સુધી માઈક પકડી રાખ્યા બાદ ઈયાન ચેપલે હવે ક્રિકેટ કોમેન્ટ્રીને અલવિદા કહી દીધું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને પ્રખ્યાત કોમેન્ટેટર ઈયાન ચેપલે લગભગ 45 વર્ષ સુધી માઈક પકડી રાખ્યા બાદ હવે ક્રિકેટ કોમેન્ટ્રીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. 78 વર્ષના ઈયાન ચેપલના આ નિર્ણયથી ચાહકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. રિચી બેનો, બિલ લોરી અને ટોની ગ્રેગ સાથે મળીને, ચેપલે કોમેન્ટ્રીની પ્રખ્યાત ટીમ બનાવી હતી.

After Crockett, who gave comedy for 45 years, will now take sanyas

ઈયાન ચેપલને 2019માં સ્કિન કેન્સર હોવાનું નિદાન થયું હતું અને આ રોગમાંથી સાજા થવામાં તેમને પાંચ મહિનાનો સમય લાગ્યો હતો. સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, ચેપલે કહ્યું હતું કે, ‘જ્યારે કોમેન્ટ્રીની વાત આવે છે, ત્યારે હું તેના વિશે વિચારતો હતો.’ તેમણે કહ્યું, ‘હું થોડા વર્ષો પહેલા બીમાર પડ્યો હતો, પરંતુ તેમાંથી સાજો થઈ શક્યો તે નસીબદાર હતો. પરંતુ હવે વસ્તુઓ મુશ્કેલ બની રહી છે અને મને લાગ્યું કે મુસાફરી અને સીડી ચડવા જેવી બાબતો હવે મારા માટે મુશ્કેલ બની રહી છે.’

After Crockett, who gave comedy for 45 years, will now take sanyas

ઈયાન ચેપલ હવે 78 વર્ષના છે. તેમણે 1964થી 1980 વચ્ચે ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5345 રન બનાવ્યા હતા. તેમણે 30 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાની આગેવાની પણ કરી હતી. તેમણે 30 ODI પણ રમી અને ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોમેન્ટેટર બન્યા હતા.

After cricket, who gave comedy for 45 years, will now take sanyas

ઈયાન ચેપલે કહ્યું, ‘પછી મેં વાંચ્યું કે રગ્બી લીગ કોમેન્ટેટર રે વોરેન નિવૃત્તિ વિશે શું કહે છે અને મને તેમણે જે કહ્યું તે મને ગમ્યું. તેમણે કહ્યું કે તમે ભૂલ કરવાથી માત્ર એક વાક્ય દૂર છો. ઈયાન ચેપલે ઓસ્ટ્રેલિયા ટીમ માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી હતી.