જામનગર પ્રેમ સંબંધમાં આડ ખીલીરૂપ બની રહેલ પાંચ વર્ષની બાળકીને બેરહેમીથી માર માર્યા બાદ માસુમ બાળકીએ જી જી હોસ્પિટલ દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે.તિરુપતિ પાર્કમાં રહેતા પ્રેમી વિરેન જાનકી દાસ રામાવત દ્વારા તેના પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બની રહેલ તેની પ્રેમિકાની પાંચ વર્ષની બાળકીને વેલણ મારી તેમજ બચકા ભરીને હત્યાનો પ્રયાસ કરાયો હતો.
બે દિવસ પૂર્વે જામનગરમાં પ્રેમ સંબંધમાં આડ ખીલી રૂપ બનતી પુત્રીની હત્યાની કોશિશ પ્રેમિકાના બોયફ્રેન્ડ દ્વારા કરવામાં આવી હતી. જામનગર ઢીચડાની તિરૂપતિ સોસાયટીમાં પાંચ વર્ષની બાળકી પર માતાના પ્રેમીએ હુમલો કરીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જે બનાવ બાળકીએ અંતિમ શ્વાસ લેતા હત્યામાં પલટાયો છે .જામનગર ઢીચડા નજીક તિરૂપતિ સોસાયટીમાં એક મહિલા સરવરીબેન તેના લગ્ન જીવન બાદ તેના પતિથી છુટાછેડા લઈને તેની પાંચ વર્ષની પુત્રી સાથે તેના પ્રેમી સાથે રહેતી હતી. પ્રેમ સંબંધમાં પાંચ વર્ષની માસુમ પુત્રી પ્રેમીને આડખીલી રૂપ લાગતા નાની પુત્રીને બચકા ભરીને હત્યાનો પ્રયાસ કરીને પતાવી દેવાની કોશિશ કરાઈ હતી .
જો તેની માતાનું માનવામાં આવે તો તેના જણાવ્યા અનુસાર તેનો પ્રેમી વિરેન જાનકી દાસ રામાવત દ્વારા બાળકી તેને પરેશાન કરતી હોય અને તેની માતા તેના પતિ સાથે હજુ પણ ટેલીફોનિક સંપર્કમાં હોય તેવી વાત કરતા પ્રેમીએ ઉશ્કેરાઈને નાના ભૂલકાને માર મારવાનો પ્રયાસ કર્યો છે. બાળકીની તબિયત હાલ નાજુક હોવાના કારણે તેને જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીની અટક પણ કરી લેવામાં આવી હતી .પરંતુ આખરે પાંચ વર્ષની બાળકીએ જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે .