આમીર ખાનના ડ્રીમ પ્રોજેક્ટ પર ખતરો મંડરાઈ રહ્યો છે. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ રીલીઝ પહેલા જ તેને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. હાલ સોશ્યલ મીડિયા પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ કરી રહ્યું છે. એવામાં સાથે જ અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. હાલ ટ્વિટર પર ફિલ્મની રાઇટર કનિકા ઢીલ્લનને ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેના જૂન ટ્વિટ વાયરલ થઈ રહ્યા છે.
રક્ષા બંધનના રાઇટર કનિકાના એક એન્ટિ હિન્દુ ટ્વિટના સ્ક્રીનશોટને શેર કરીને હાલ લોકો ફિલ્મને બૉયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. #BoycottRakshaBandhanMovie હાલ આ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુજર્સનું કહેવું છે કે કનિકા ઢીલ્લન એ હિન્દુ સંસ્કૃતિ સામે વિવાદિત વાત કહી છે. સાથે જ મોદી સરકાર પર પણ કટાક્ષ કર્યો હતો અને બીજેપી વિશે પણ ઘણું ખોટું બોલી છે. સાથે જ ગૌમૂત્ર પર પણ કમેન્ટ કરતાં કનિકા ઢીલ્લન એ લખ્યું હતું કે, ‘પાર્કિંગમાં હોસ્પિટલના બેડ મળવાની રાહમાં લોકો મરી રહ્યા છે.. આ સારા દિવસો છે. ઈન્ડિયા સુપર પાવર છે અને ગૌ માતાનું મૂત્ર પીવાથી કોવિદ ચાલ્યો જાય છે.’
લોકોનું કહેવું છે કે કનિકાએ ગૌમાતાનો મજાક બનાવ્યો છે. આ સાથે કનિકને નહીં પણ અક્ષય કુમારને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અક્ષય કુમારના પણ જૂના નિવેદનોને સામે લાવવામાં આવે છે. પહેલા એક્ટર શિવલિંગ પર દૂધ ચઢાવવાને દૂધનો બગાડ બોલતા હતા એ જ અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજના પ્રમોશન વખતે ભક્તિના રંગમાં ઢળતા હતા. લોકો અક્ષયની આ ફિલ્મને પણ બૉયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. અક્ષયની ફિલ્મ રક્ષાબંધન આનંદ એલ રાય દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને તેમાં ભાઇ બહેનનો બોન્ડ બતાવવામાં આવશે. લોકો કહી રહ્યા છે કે અક્ષયની આ ફિલ્મ પૃથ્વીરાજની જેમ પિટાઈ જશે. સાથે જ આમિરની ફિલ્મ પણ લોકો બૉયકોટ કરવાની માંગ કરી રહ્યા છે.