Site icon Meraweb

અદાણીનો 16 ટકા શેર વધતાં ઓલ ટાઈમ થયો હાઇ!

Adani's share increased by 16 percent to an all-time high!

અદાણી પાવરના શેરમાં ગુરુવારે કારોબાર દરમિયાન 3 ટકાથી વધારે ઉછાળો જોવા મળ્યો છે. આજે શેર લખાય છે ત્યાં સુધીમાં 354.00 રુપિયાનો હાઈ બનાવીને આવ્યો છે. જે હવે તેનો નવો ઓલટાઈમ હાઈ છે. કંપનીના શેરમાં જૂન ક્વાર્ટરના શાનદાર પરિણામો બાદ તોફાની તેજી જોવા મળી રહી છે. કંપનીએ બુધવારે પરિણામ જાહેર કરતા જણાવ્યું હતું કે જૂન મહિનામાં તેનો કન્સોલિડેટેડ નફો 1,619 ટકા વધીને 4,780 કરોડ રુપિયા રહ્યો છે. જ્યારે ગત નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં કંપનીએ 278 કરોડનો કન્સોલિટેટેડ નફો મેળવ્યો હતો. અદાણી પાવરનો કન્સોલિડેટેડ રેવન્યુ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક આધારે 108.91 ટકા વધીને 13,723 કરોડ રુપિયા રહ્યો છે. જે ગત નાણાકીય વર્ષમાં આ જ ત્રિમાસિક ગાળામાં 6,568.86 કરોડ રુપિયા હતો.

જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીનો કંસોલિડેટેડ EBITDA વાર્ષિક આદારે 227 ટકા વધીને 7506 કરોડ રુપિયા રહ્યો હતો. જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 2,292 કરોડ રુપિયા રહ્યો છે. અદાણી પાવરે કહ્યું કે સમગ્ર દેશમાં ગરમી અને આર્થિક ગતિવિધિઓમાં સુધારાને કારણે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં વીજળીની માંગમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. કંપનીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વારટરમાં કુલ વીજળીની માંગ 404.8 બિલિયન યુનિટ (BU) હતી.

જે નાણાકીય વર્ષ 2022ના ક્વાટર 1માં વીજળીની માંગથી 18.6 ટકા વધારે રહી હતી. જૂન ક્વાર્ટરમાં આ શાનદાર પરિણામ બાદ અદાણી પાવરના શેર ગુરુવારે વધારા સાથે ખુલ્યા હતા. દિવસના કારોબાર દરમિયાન શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને તેને નવો ઓલ ટાઈમ હાઈ 354 રુપિયા બનાવ્યો હતો. આજે બપોરે 2.45 વાગ્યાની આસપાસ જ્યારે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે અદાણનો શેર 1.94 ટકાના ઉછાળા સાથે રુ.346 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અહીં નોંધવું રહ્યું કે અદાણી પાવરના શેરમાં પાછલા એક મહિનામાં 32.79 ટકાની તેજી આવી છે. જ્યારે વર્ષ 2022ની શરુઆતથી અત્યાર સુધીમાં આ શેર પોતાના રોકાણકારોને લગભગ 243.04 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપી ચૂક્યો છે.