અભિનેતા શાહિદ કપૂરે ખરીદી ધાસુ બાઇક! ફેન્સે આપ્યા રીએકશન

Actor Shahid Kapoor bought a bike! The fans said “Wow”

પ્રખ્યાત બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરે પોતાના બાઈક કલેક્શનમાં એક નવી બાઈકનો વધારો કર્યો છે. બોલીવુડ અભિનેતાએ હાલમાં એક નવી સ્ક્રેંબલર ડુકાટી ડેજર્ટ સ્લેડ ખરીદી છે. શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર નવી બાઈકની સાથે પોતાની તસ્વીર શેર કરી છે. આ બાઈક સ્પાર્કલિંગ બ્લૂ શેડમાં દેખાય છે. રિપોર્ટસ મુજબ આ બાઈકની કિંમત 12 લાખ રૂપિયા છે. સરકારી ટેક્સ સાથે તેની કિંમત 14 લાખ રૂપિયા સુધી હોઇ શકે છે. શાહિદ કપૂર એક ઝૂનુની બાઈક લવર છે અને તેમણે ડુકાટીની આ બીજી બાઈક ખરીદી છે. ઈન્સ્ટાગ્રામમાં પ્રશંસકોએ પણ શાહિદ કપૂરના ભરપૂર વખાણ કર્યા છે. 

Actor Shahid Kapoor bought a bike! The fans said “Wow”

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી ઈમેજમાં શાહિદ કપૂર બ્લેક ટી-શર્ટ અને ડેનિમ પેન્ટમાં દેખાઈ રહ્યાં છે. ડુકાટીની નવી સ્ક્રેંબલર પર સવાર થઇને તેમણે હેલમેટ અને બાઈક મોજા પહેર્યા છે. તેમણે નવી બાઈકની સાથે સારો પોઝ આપ્યો છે અને પ્રશંસકોએ પણ પ્રતિક્રિયા આપી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસ્વીરમાં તેમણે “Scramblin’ around” લખ્યું છે. શાહિદ કપૂરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પ્રશંસકો રિએક્શન આપી રહ્યાં છે. એક ચાહકે તસ્વીર પર કોમેન્ટ કરતા લખ્યું, શું હુ તમારી પાછળની સીટ પર બેસી શકુ છુ? તો બીજા ચાહકે Love લખીને પ્રતિક્રિયા આપી.