જામનગર ૨૧, જામનગર લાલપુર બાયપાસ થી કાલાવડ બાયપાસ જવાના માર્ગે મોરકંડા પાટીયા પાસે મુસાફરો ભરેલી લક્ઝરી બસની પાછળ એક ખટારાની ટક્કર થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે કોઈ મોટી જાનહાની થઈ ન હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસથી લાલપુર તરફ જવાના માર્ગે આજે સવારે જી.જે. ૨૭ ટીટી ૭૬૭ નંબરની ખાનગી બસના મુસાફરોને ભરીને લઇ જઈ રહી હતી,

પાછળથી પુરપાટ વેગે આવી રહેલા જીજે ૨૧ ટીએક્સ નંબરના ઠોકર મારી દેતા અકસ્માતો હતો અને થઈ હતી કોઈ મોટી જાનહાની થઈ ન હતી જેથી સર્વે હાસકારો અનુભવ્યો હતો.આ અકસ્માતના બનાવ પછી બસમાં બેઠેલા મુસાફરો તરત જ બહાર નીકળી ગયા હતા સમગ્ર બનાવવાની પોલીસને જાણ કરતા પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. સમગ્ર અકસ્માત અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે થોડો સમય માટે રસ્તો પણ અવરોધાયો હતો ,પોલીસે જેને મુક્ત કરાવ્યો છ.





















