ABVP દ્વારા મહિલા કોલેજમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની કરાઈ ઉજવણી

આજ રોજ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઊજવણી નિમીતે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) જામનગર દ્વારા જામનગર મા આવેલ એ.કે. દોષી મહીલા કોલેજમાં ક્રિકેટ ટુર્નામેન્ટ “વીરાંગના કપ-૨૦૨૨” નું આયોજન કરવામાં આવ્યું હતું..તેમજ બીજા કોલેજ કેમ્પસોમાં “ભારત ના ઈતિહાસની વીરાંગના” ના વિષય પર બૌધિક રાખવામાં આવ્યું હતું..તેમાં કોલેજ ખાતે કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને ક્રિકેટ મેચ રમાડી અને વિજેતા ટીમને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આમ , કોલેજોમાં પણ આજના સમયમાં મહીલઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે તેમને ભારતના ઈતિહાસની વીરાંગના ના વિષયથી તેઓને અવગત કરવામાં આવ્યા હતા…