Site icon Meraweb

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં શાક માર્કેટનો ધંધાર્થી વર્લી ના આંકડા લખતાં ઝડપાયો: અન્ય ત્રણ ના નામ ખુલ્યા

A vegetable market trader in Jamnagar's Lalwadi area caught writing Worli figures: Names of three others revealed

જામનગર તા ૨૦, જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતો એક શાકભાજીનો વિક્રેતા વરલી મટકા ના આંકડા લખતાં પોલીસના હાથે ઝડપાયો છે. જેની સાથે વર્લીના આંકડાની કપાત કરનારા અન્ય ત્રણને ફરારી જાહેર કરાયા છે.

જામનગરમાં માણેક નગર નજીક લાલવાડી વિસ્તારમાં રહેતો અને શાકભાજી નો વેપાર કરતો વીરુમલ ચમનલાલ નાગપાલ નામનો સિંધી લોહાણા વેપારી ગઈકાલે જાહેરમાં વરલી મટકા ના આંકડા લખતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

પોલીસે તેની અટકાયત કરી લઇ રૂપિયા ૫,૨૩૦ ની રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વરલી મટકા નું સાહિત્ય વગેરે કબજે કર્યા છે.

પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા કરણના નાનાણી નામના બુકી સાથે વરલીની કપાત કરતો હોવાનું તેનજ મામા ચોકીદાર અને પી.સી.- જામનગર નામના અન્ય શખ્સો પાસે પણ કરતો કરતો હોવાથી તે ત્રણેયને ફરારી જાહેર કરાયા છે.