Site icon Meraweb

ગુજરાતનું અનોખું ફલ્લા ગામ! અહી રોજે થાય છે ધવ્જવંદન

A unique village of Falla in Gujarat! Dhavjavandan is done here daily

એક અનોખુ રાષ્ટ્રપ્રેમી ગામ. જયા દૈનિક ધ્વજવંદન કરવામાં આવે છે. વાત છે જામનગર નજીક આવેલા ફલ્લા ગામની જયા શાળાના બાળકો, પંચાયતના કર્મચારીઓ અને રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્રારા દૈનિક ધ્વજવંદન છેલ્લા દોઢ વર્ષથી કરવામાં આવે છે.


15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરીના દિવસ હોય ત્યારે દેશભરમાં ધ્વજવંદન કાર્યકમ થતા હોય છે. પરંતુ જામનગરનુ એક અનોખુ રાષ્ટ્રપ્રેમી ગામ જયાં દૈનિક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. અને ગ્રામજનો ધ્વજવંદનમાં જોડાય છે .ફલ્લા ગામની વસ્તી આશરે 6 હજારની છે. જે દેશભકિત માટે ઓળખાય છે. ગામના રસ્તા, શેરીઓ, સંકુલ, ચોકને દેશના સપુતોના નામ આપવામાં આવ્યા છે.

અંહી ગામમાં ગ્રામ પંચાયતના મૈદાનમાં દૈનિક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. ગામજનો, પંચાયતના કર્માચારી, રાષ્ટ્રપ્રેમી યુવાનો અને શાળાના બાળકો દ્રારા દૈનિક અંહી ધ્વજવંદન કરવામાં આવે છે. 2020 ના ડિસેમ્બર માસથી અંહી દૈનિક ધ્વજવંદન કરવામાં આવે છે. ગામના આગેવાન રાષ્ટ્રપ્રેમીને ખાનગો કંપનીમાં મોટો તિરંગો લહેરાતા જોઈને આ વિચાર આવ્યો કે ગામમાં આ રીતે મોટો તિરંગો હોવો જોઈએ. જે બાદ ગામના દાતા સ્વં. જેન્તીભાઈ ધમસાણિયા દ્રારા આશરે દોઢ લાખના ખર્ચે 9 મીટર ઉચો સ્થભં તૈયાર કરવામાં આવ્યો. સાથે ધ્વજવંદન કરવા માટે ગીયર રાખવામાં આવ્યુ. જેનાથી નાના બાળકો પણ તિરંગા ચડાવી શકે.


શાળા અને પંચાયતનુ સંકુલ નજીક આવેલુ હોવાથી દૈનિક સવારે શાળામાં આવતા બાળકો શાળામાં અભ્યાસ શરૂ કરતા પહેલા ધ્વજવંદન કરે છે. દૈનિક શાળામાં આવતા બાળકો ધ્વજવંદન કરે છે. રજા કે વેકસેનના સમયે ગામજનો, પંચાયતના કર્મચારીઓ સ્વૈચ્છાએ આ જવાબદારી નિભાવે છે.