Site icon Meraweb

વડોદરાના સાંકરદા હાઈ-વે પરથી લાખો રૂપિયાનો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો

A truck laden with liquor worth lakhs of rupees was seized from Sankarda Highway in Vadodara

વડોદરાના સાંકરદા હાઇવે પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે. આ ટ્રક હરિયાણાથી મોકલવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો આણંદના બુટલેગરને મોકલવામાં આવ્યો હતો. આ ટ્રકમાં દારૂ નો પકડાય તે માટે પોલીસને ચકમો આપવા માટે ટ્રકમાં ઇ.પી.સી પ્લાસ્ટીક ફોમ સીટની આડમાં પ્લાસ્ટિકની બેગોમાં દારૂ ભરીને લાવવામાં આવી રહ્યો હતો. જોઈએ તો ગુજરાતમાં દારૂબંધી હોવાથી બુટલેગરો ગેરકાયદેસર રીતે રાજ્યમાં દારૂ ઘુસાડતા હોય છે. તે દરમિયાન પોલીસ તેઓને પકડી ન શકે તે માટે તેઓ અવનવા ઉપાયો કરતા હોય છે. મોટેભાગે ગુજરાતમાં રાજસ્થાન તરફથી દારૂ ભરેલી ટ્રકો આવતી હોવાના કારણે તે બાજુ ચેકિંગ વધારે રહે છે.

વડોદરાથી જે દારૂ પકડાયો છે તે રાજસ્થાનથી ઇન્દોર અને ઇન્દોરથી વડોદરા તરફ  લાવવામાં આવી રહ્યો હતો.બુટલેગરોએ દારૂને સંતાડવા માટે અનોખો ઉપાય કર્યો હતો. તેઓએ દારૂની બોટલો કાળા રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી હતી. અને જ્યારે આ દારૂની ફરતી બાજુ થર્મોકોલની શીટ ભરેલાં મોટા કાર્ટુન ગોઠવી દીધાં હતાં. તેમજ પોલીસને દારૂનો પુરાવો ન મળે એ માટે કટ ઓફ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો જેમાં રાજસ્થાનથી ઇન્દોર ટ્રક લઈ જનાર ડ્રાઇવર અને ક્લિનરને બદલી નાખવામાં આવ્યા હતા. ત્યાંથી નવા ડ્રાઇવર-ક્લિનર આ ટ્રક લઈને આવ્યા હતા.