દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ની મેન બજાર પાસે ગગવાની ફરી વિસ્તારમાં આવેલ અશ્વિનભાઈ જેઠાભાઈ કણજારીયા નુ મકાન કે જે વર્ષો જૂનું હોય હાલ સમગ્ર દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હોય એના પગલે આ મકાન ની ત્રણે ત્રણ માળાની છત ધરાસાઈ થય હતી
આ ગંભીર ઘટના ગઈ કાલ સાંજે છ વાગે આસપાસ બનતા સમગ્ર ખંભાળિયા પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી આ ઘટનામાં ત્રણ લોકો કાટમાળ નીચે દતાયા હતા તો અન્ય સાત જેટલા લોકોનો ચમત્કારિક રીતે બચાવ થવા પામ્યો હતો કાટમાળ નીચે દબાયેલા ત્રણ લોકો જેમાં એક કેસરબેન જેઠા કણજારીયા તેમની ઉંમર વર્ષ 65 હતી , પ્રીતિબેન અશ્વિન કણજારીયા જેમની ઉંમર વર્ષ 13 અને પાયલબેન અશ્વિન કણજારીયા કે જેમની ઉંમર 17 વર્ષ હતી તે તમામ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
NDRF ટીમ દ્વારા છ કલાકની જેહમત બાદ કાટમાળ નીચે દબાયેલા તમામ ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ કમ નસીબે ત્રણે ત્રણ લોકોનું આ ગંભીર ઘટનામાં મૃત્યુ થવા પામ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ SDM, મામલતદાર ,ચીફ ઓફિસર સહિત તમામ ધોધમાર વરસાદ હોવા છતાં પણ ખડે પગલે રહ્યા હતા સમગ્ર ઓપરેશન દરમિયાન ધોધમાર વરસાદ પડી રહ્યો હોય જેના પગલે ઓપરેશન લાંબુ ચાલ્યું હતું.