જામનગર જિલ્લા પંચાયતના વિવિધ કેડરના કુલ 44 કર્મચારીઓને બઢતી અપાઈ

A total of 44 employees of various cadres of Jamnagar District Panchayat were promoted

જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ દ્વારા ગઈકાલે તા. 30 જૂનના રોજ એક જ દિવસના સમયગાળામાં જામનગર જિલ્લા પંચાયતના વિવિધ કેડરના કુલ 44 કર્મચારીઓને બઢતી આપવામાં આવી હતી. જેમાં 15 જુનિયર ક્લાર્ક (વહીવટ), 19 ગ્રામ સેવક, 9 ફિમેલ હેલ્થ વર્કર, 1 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) એમ કુલ 44 કર્મચારીઓને ઉપલી કેડરમાં બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, 5 જુનિયર ક્લાર્ક (હિસાબી), 1 જુનિયર ક્લાર્ક (વહીવટ), 4 સિનિયર ક્લાર્ક (હિસાબી), 3 નાયબ હિસાબનીશ, 6 આંગણવાડી કાર્યકર, 3 તલાટી મંત્રી મળીને છેલ્લા 6 માસમાં 22 અને ગત તા. 30 જૂનના રોજ 44 સહિત કુલ 66 કર્મચારીઓને બઢતી મળી છે.

A total of 44 employees of various cadres of Jamnagar District Panchayat were promoted

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલે જણાવ્યું હતું કે બઢતીપાત્ર કર્મચારીઓને વહેલી બઢતી આપવાથી કાર્યદક્ષ કર્મચારીઓના અનુભવ અને તેમની કાર્યક્ષમતાનો લાભ પણ મળવા પાત્ર છે. જેથી જિલ્લાના વહીવટમાં પણ હકારાત્મક અસર જોવા મળી છે. બઢતીપાત્ર કર્મચારીઓને બઢતી આપવાથી નીચલી કેડરમાં ભરતીની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમજ જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના લક્ષ્યાંક સમય પૂર્વે પૂર્ણ થવાથી અગ્રીમ હરોળમાં લઇ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને બઢતીપાત્ર કર્મચારીઓની બઢતી માટેની લાયકાતોને ધ્યાનમાં રાખીને આપેલી બઢતીથી જિલ્લા પંચાયતના તમામ કેડરના કર્મચારીઓએ તેમજ કર્મચારી મંડળોએ જિલ્લા વહીવટી તંત્ર તરફ આભાર વ્યક્ત કર્યો છે.