જામનગર મહાનગરપાલિકા અને 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાના વિસ્તારમા 1લી મેં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે શહેરમાં ગૌરવ પથ કોર્ટ કમ્પાઉન્ડ સામે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 78 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા હેલિકોપ્ટરથી મહારાણા પ્રતાપની પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાથોસાથ રાજપુત સમાજની પરંપરા અનુસાર રાજ શક્તિ યુવા ગ્રુપ દ્વારા મંચસ્થ મહાનુભાવોની સમક્ષ તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉદઘાટિત આ પ્રતિમા જમીનથી 22 ફૂટ ઊંચી છે , તેમજ 1500 કિલો વજન ધરાવે છે. મેવાડના મહારાણા ઉદયસિંહ બીજા તેમજ મહારાણી શ્રી જયવંતાબાઈના પુત્ર અને મુગલોને પરાજિત કરનારા સિસોદિયા રાજવંશના મહાન યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા જામનગરમાં ગૌરવ પથ પર કોર્ટ બિલ્ડિંગ સામેના સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ સર્કલને મહાનગરપાલિકા દ્વારા “૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી” શ્રી મહારાણા પ્રતાપ સર્કલ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે શહેરના મુખ્ય માર્ગોમાંના એક એવા ગૌરવ પથની શોભામા અભિવૃદ્ધિ કરશે. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આ સર્કલને સપ્તરંગી રોશની થી સુશોભિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ , સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી , ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા , જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, માનનીય ચીફ સેક્રેટરી રાજકુમાર સાહેબ, પ્રભારી અનુપમ આનંદ સાહેબ, મ્યુનિ. કમિશન ડી.એન. મોદી, કલેકટર બી. એન. શાહ , ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય મનીષભાઈ કનખરા, દંડક કેતનભાઇ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા તથા બહોળી સંખ્યામા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોદ્દેદારો કાર્યકરો તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

