કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબર 2024, ગુરૂવાર એટેલે કે આજે છે. જોકે, પંચાંગ ભેદના કારણે ઘણી જગ્યાએ દિવાળી 1 નવેમ્બરે પણ ઉજવવામાં આવશે. દિવાળીની સાંજે પ્રદોષ કાળમાં લક્ષ્મી-ગણેશ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે શુભ મૂહુર્તમાં ભગવાન ગણેશ, માતા લક્ષ્મી તેમજ ભગવાન કુબેરની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. જાણો આ વર્ષે દિવાળી પર લક્ષ્મી-પૂજનનું શુભ મૂહુર્ત ક્યારથી છે.
અમાસ ક્યારથી ક્યાં સુધી?
અમાસ તિથિ 31 ઓક્ટોબર 2024ના દિવસે બપોરે 3:52 મિનિટથી પ્રારંભ થશે અને 1 નવેમ્બરે સાંજે 6:16 સુધી રહેશે.
દિવાળી પર ગણેશ-લક્ષ્મી પૂજનનું શુભ મૂહુર્ત
31 ઓક્ટોબરે પૂજન મુહૂર્ત દિવસમાં પૂજન કરવું હોય તો શુભ મૂહુર્ત 1:33 વાગ્યાથી 3:04 સુધી રહેશે. 31 ઓક્ટોબરે સાંજે 6:11 થી 8:08 સુધી શ્રેષ્ઠ મૂહુર્ત છે.