સમગ્ર ઓકટોબર માસ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા ખાસ રિબેટ યોજના

A special rebate scheme by the Municipal Corporation throughout the month of October

વર્તમાન નાણાંકીય વર્ષના એડવાન્સ મિલકત વેરા, ક્ધઝર્વન્સી એન્ડ સુઅરેજ ટેકસ, વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કનેકશન ચાર્જ, ફાયર ચાર્જ, એનવાયરમેન્ટ, ઇમ્પ્રુવ મેન્ટ એટલે કે ગ્રીનરી ચાર્જ અને સ્ટ્રીટ લાઇટ યુઝેજ ચાર્જની રકમ ઉપર વળતર

જામનગર તા. 04
જામનગર મહાનગરપાલિકાએ વર્તમાન નાણાંકીય વર્ષમાં કરદરમાં ઘટાડો કર્યા પછી શહેરીજનો માટે ફરીથી રીબેટ યોજના દાખલ કરી છે. આ રીબેટ યોજનાનો લાભ સમગ્ર ઓકટોબર માસ દરમ્યાન મેળવી શકાશે.

જામનગર મહાનગરપાલીકા દ્વારા જનરલ બોર્ડના ઠરાવ મુજબ અગાઉ 10 જુલાઇથી 23 ઓગસ્ટ સુધી રીબેટ યોજના આપવામાં આવ્યા પછી 17 મી ઓગસ્ટે કરદર ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ ઘટાડાનો લાભ કરદાતા નગરજનોને આપવા સ્ટેન્ડીંગ કમીટીના 22 સપ્ટેમ્બરના દિવસે મંજુરી મળતા વર્તમાન નાણાંકીય વર્ષ માટે ઉપરોકત તમામ ટેકસ તથા ચાર્જીસમાં 1 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી રીબેટ યોજના અમલમાં મુકવામાં આવી છે.

સામાન્ય કરદાતાઓ માટે એડવાન્સ ટેકસમાં 10 ટકા રીબેટ, સીનીયર સીટીઝન માટે 15 ટકા રીબેટ આ રીબેટ 31-3-2023ના રોજ જેઓ સીનીયર સીટીઝનનો દરજજો ધરાવતા હોય તેવા નગરજનોને મળી શકશે. આ ઉપરાંત શારીરીક ખોડ-ખાપણ ધરાવતી વ્યકતીઓ ઉપરાંત બીપીએલ કાર્ડધારક વિધવાઓને 15 ટકા રીબેટ આપવામાં આવશે. સાથે સાથે ક્ધયા છાત્રાલય તથા માજી સૈનિકોને તેમજ સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોની વિધવાઓને તથા અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને 25 ટકા રીબેટ આપવામાં આવશે.

સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેકસ ભરનારને વધારાનું બે ટકા રીબેટ, ઓનલાઇન ટેકસ ભરનારને વધુમાં વધુ રૂા. 250ની મર્યાદામાં રકમમાં બે ટકા ડિસ્કાઉન્ટ, ગ્રીન એનર્જીમાં પ્રોત્સાહન સ્વરૂપે રહેણાંક મકાનોમાં સોલાર રૂફટોપ એનર્જી સીસ્ટમ વ્યકતીગત ધોરણે ઇન્સ્ટોલ કરવામાં આવેલ હોય તેઓને એક વખત હાઉસ ટેકસમાં પાંચ ટકા વળતર આપવામાં આવશે.

વર્તમાન નાણાંકીય વર્ષ દરમ્યાન જે કરદાતાઓએ એડવાન્સ ટેકસ રીબેટનો લાભ મેળવેલ છે. તે તમામ કરદાતાઓએ વધુ ચુકવેલ કરની રકમ તેઓના ટેકસ લેઝરમાં ક્રેડીટ આપવામાં આવશે. 2006 પહેલાંની રેન્ટ બેઇઝ મુજબની બાકી મિલકત વેરા અને વોટર ચાર્જ પર 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. 2006 પછીની કારપેટ બેઇઝ મુજબ બાકી મીલકત વેરા વોટર ચાર્જ પર 50 ટકા વ્યાજ રાહત આપવામાં આવશે. આ રીબેટ યોજનાનો લાભ જે કરદાતાઓએ અગાઉના તમામ પ્રકારના વેરાઓ ભરપાઇ કરેલા હશે તેવા કરદાતાઓને જ આપવામાં આવશે. માત્ર સરચાર્જ ઉપર રીબેટ આપવામાં આવશે નહીં.

નગરજનો પોતાના આ વેરાઓ જામનગર મહાનગરપાલીકાના મુખ્ય કેશ કલેકશન વિભાગ, શરૂ સેકશન રોડ, રણજીત નગર, ગુલાબનગરના સીવીક સેન્ટરો પર, એચ.ડી.એફ.સી. બેન્કમાં, નવાનગર બેંકમાં, આઇ.ડી.બી.આઇ. બેંકમાં તથા કોટક મહિન્દ્રા બેંકમાં ભરી શકશે. આ ઉપરાંત મોબાઇલ ટેકસ કલેકશન વાનમાં તેમજ કોર્પોરેશનની વેબસાઇટ પર ઓનલાઇન પણ વેરાઓ ભરી શકાશે