પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે મૌન કેન્ડલ માર્ચ રેલી યોજાઇ

અત્યંત દુ:ખ અને ગુસ્સા સાથે ભારતીય જનતા મહિલા મોરચા જામનગર મહાનગર દ્વારા રેલી યોજાઇ. આર.જી.કર. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કોલકાતામાં એક મહિલા ડૉક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના બની. આ ધિક્કારપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે તો આ ઘટના માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે રેલી યોજવામાં આવેલ.

આ કૂચ માત્ર પીડિતા પ્રત્યેની એકતાનું પ્રતીક જ નહીં, પરંતુ મહિલાઓની સુરક્ષા અને ગૌરવની ખાતરી કરવામાં પ.બંગાળ રાજ્ય સરકારની નિષ્ફળતા સામે પણ પ. બંગાળ માં કાયદો અને વ્યસ્થા કથડેલ સ્થિતિમાં છે, તેને ઉજાગર કરનાર બની. ભારતીય જનતા મહિલા મોરચા ની આ રેલી ન્યાય ની લડત માં મહિલાઓ ની સક્રિય ભાગીદારી અને ન્યાય અર્થે અવાજને મજબૂત કરવામાં અને અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ.

મહિલાઓની સુરક્ષામાં તેની બેદરકારી અને નિષ્ક્રિયતા માટે પ.બંગાળ રાજ્ય સરકારને જવાબદાર ઠેરવવામાં આવી. ઉપરાંત એ પણ સ્પષ્ટ થયું કે પ. બંગાળ માં હવે સમય આવી ગયો છે કે આ નિષ્ફળતા માટે વહીવટીતંત્રને જવાબદાર ઠેરવવું જોઈએ. આમ પશ્ચિમ બંગાળ ની ઘટના ના ગંભીર પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે, ત્યારે ભારતીય જનતા મહિલા મોરચા જામનગર દ્વારા ઉગ્ર રોષ સાથે, દુઃખ સાથે રેલી યોજવામાં આવેલ.
આ રેલીમાં ભારતીય જનતા મહિલા મોરચા પ્રમુખ. રીટાબેન જોટંગીયા, ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, મહિલા મોરચા પ્રભારી પ્રકાશ બામણીયા, મહામંત્રી: રેખાબેન વેગડ, પૂર્વ મેયર અમીબેન પરીખ, સહિત મહિલા મોરચા ના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ જોડાયા હતા.