Site icon Meraweb

સુપર પાવર અમેરીકામાં સર્જાઈ ડોક્ટરોની અછત! મહીંનાઓ અગાઉ લેવી પડે છે એપોઈન્ટમેન્ટ 

A shortage of doctors in the super power America! Appointments have to be made months in advance

અમેરિકા ડૉક્ટરોના સંકટનો સામનો કરી રહ્યું છે. તેનાથી શહેરી વિસ્તારની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. ડૉક્ટરોને ત્યાં લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે. ડૉક્ટરો જોડે નિદાન કરાવવા માટે મહિનાઓ પહેલા અપોઇન્ટમેન્ટ લેવી પડી રહી છે. આ ઉપરાંત કેટલાક લોકો સમયસર સારવાર ન મળવાના કારણે ગંભીર બીમાર થઈ રહ્યા છે.

એક અન્ય સરવે અનુસાર 2022માં 38% ડૉક્ટર નિવૃત્ત થઈ રહ્યા છે. તેમ છતાં આ ઘટને દૂર કરવા માટે અમેરિકાની સરકારે કોઈ પ્રયાસ નથી કર્યા. ઘટને દૂર કરવા માટે અમેરિકાની સરકારને ડૉક્ટરોને લોનમાં રાહત આપવી જોઈએ, જેથી તેઓ સરળતાથી મેડિકલનો અભ્યાસ કરી શકે. કેર ટીમનો વિસ્તાર અને ટેલીમેડિસિનનો ઉપયોગ કરવો જોઈએ.

કોરોના બાદ આ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. એસોસિયેશન ઓફ અમેરિકન મેડિકલ કોલેજો દ્વારા 2020માં પ્રકાશિત આંકડાઓ મુજબ અમેરિકામાં 2033 સુધીમાં 54,100થી 1,39,000 ડૉક્ટરોનો ઘટાડો થઈ જશે. આ ઘટાડો પ્રાથમિક અને સઘન ચિકિત્સા બંને ક્ષેત્રોના ડૉક્ટરોની હશે. પલ્મોનોલૉજિસ્ટ તથા દેશના ક્લિનિકલ મામલાઓના વિશેષજ્ઞ ડૉક્ટર સ્ટીફન ફૈંકેલે જણાવ્યું કે, સપ્ટેમ્બર 2021માં કેન્સર ફેમિલી ફાઉન્ડેશનની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં 8.37 કરોડ લોકો એવા વિસ્તારમાં રહે છે જ્યાં પ્રાથમિક ઉપચાર પણ નથી મળી શકતો. તેને દૂર કરવા માટે 14,800થી વધુ ડૉક્ટરોની જરૂર છે.

ડૉક્ટરોની સંખ્યામાં ઘટાડો હોવાનું એક કારણ વંશીય ભેદભાવ પણ છે. 2021ના જર્નલ ઓફ જનરલ ઇન્ટરનલ મેડિસિનના આંકડાઓ અનુસાર અમેરિકામાં કુલ ડૉક્ટરોની સંખ્યામાં માત્ર 5.4% ડૉક્ટર જ અશ્વેત છે. તેમાં 2.6% પુરૂષ અને 2.8% મહિલાઓ છે.