જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ચાંદી બજાર ના ચોકમાં રંગારંગ દેશભક્તિ ગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકા દ્વારા 76 માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાત્રે 8:30 વાગ્યે ચાંદી બજાર ચોક વોર્ડ નંબર 9 ખાતે દેશભક્તિ ગીત સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માનનીય મેયર શ્રીમતી બીનાબેન કોઠારી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોરોના ની પરિસ્થિતિ ને કારણે આપણે દેશભક્તિ ગીત ની સંગીત સંધ્યા કરી શક્યા નથી આ વર્ષે વોર્ડ નંબર નવ માં સ્વાતંત્ર્ય પર્વને સંગીત સંધ્યાનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ સંગીત સંધ્યા જામનગરના રાજ રાણા orchestra અને સાથી કલાકારો દ્વારા દેશભક્તિ ની થીમ પર વિવિધ ગાયન રજૂ કરવામાં આવ્યા હતા મેરા રંગ દે બસંતી ચોલા તેમજ મેરે દેશ કી ધરતી જેવા દેશભક્તિ ગીતો પર મેયર શ્રીમતી બીનાબેન કોઠારી શાસક પક્ષના નેતા શ્રીમતી કુસુમબેન પંડ્યા તેમજ સાથી મહિલા કોર્પોરેટરો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, કોર્પોરેટર કેતનભાઇ નાખવા પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો કોર્પોરેટરો દેશભક્તિ ગીત ની થીમ પર ઝુમી ઉઠયા હતા આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ બાળ કલાકારો દ્વારા દેશભક્તિ વિષયક વકૃત્વ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 14 પાર્ટીશન હોરરસ રિમેમ્બરસ ડે Indian council of Historical Research પર ફોટોગ્રાફી slides Show શહેરીજનો સમક્ષ ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો.
આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ સાહેબ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાહેબ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા શાસક પક્ષના નેતા શ્રીમતી કુસુમબેન પંડ્યા, દંડક શ્રી કેતનભાઈ ગોરાણી, કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ, જામનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ શ્રી હસમુખભાઈ હિંડોચા ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી હર્ષાબા પી જાડેજા, મહામંત્રી શ્રી મેરામણભાઈ ભાટુ, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા , મહિલા મોરચાના પ્રમુખ શ્રી રીટાબેન જોટંગીયા, મહામંત્રી શ્રી રેખાબેન વેગડ ,વોર્ડ નંબર 9 કોર્પોરેટર શ્રી નીલેશભાઈ કગથરા ,શ્રી ધરમીનાબેન સોઢા ,
પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ સોલંકી, યુવા મોરચાના પ્રભારી શ્રી હરેન્દ્રસિંહ ગોહિલ , ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના P. A. પ્રવિણસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ ના P.A. રાજુભાઈ, કોર્પોરેટરો શ્રી કેતનભાઇ નાખવા, શ્રી પ્રભાબેન ગોરેચા , શ્રી પાર્થ ભાઈ જેઠવા ,શ્રી કેશુભાઈ madam, શ્રી દિપક વાછાણી ,શ્રી શારદાબેન વિંઝુડા, શ્રી પાર્થ ભાઈ કોટડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી વિમલભાઈ ,શહેર ઉપાધ્યક્ષ ધરતી બેન ઉમરાણીયા ,રમત ગમત જિલ્લાના કન્વીનર તેમજ જિલ્લા યોગ કોચ શ્રી પ્રીતિબેન શુક્લા ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આકાશ ભાઈ બારડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી ,પૂર્વ મેયર શ્રી જયશ્રીબેન જાની, પૂર્વ કોર્પોરેટર શ્રી જતીનભાઈ પારેખ, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ ગજરા ,જયુભાઈ છાપ્યા ,શહેર કોષાધ્યક્ષ વિનુભાઇ ગોંડલિયા ,પૂર્વ કોર્પોરેટર નટુભાઈ રાઠોડ ,શિક્ષણ સમિતિના સભ્ય દિનેશભાઈ આલ ,જયેન્દ્રસિંહ ઝાલા શહેર ઉપાધ્યક્ષ યુવા મોરચાના દુષ્યંત સોલંકી, અનુસૂચિત મોરચાના પ્રમુખ હરીશભાઇ ચૌહાણ ,શહેર મંત્રી મનીષ વોરા ,સોની સમાજના અગ્રણી રવિભાઈ વજાણી ,ભારત સરકારની 15 મુદ્દાની સમિતિના સભ્ય પિયુષભાઈ પારેખ સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો જામનગર શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન Bimal oza એ કર્યું હતું.