જામનગર નજીક વિભાપરમાં રહેતી પરણીતાને મોરબીમાં રહેતા સાસરિયાઓનો ત્રાસ: ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ

A married woman living in Vibhapar near Jamnagar was harassed by her in-laws living in Morbi: Complaint of being thrown out of the house.

જામનગર તા ૧૪, જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતી એક પરણીતા ને મોરબીમાં રહેતા તેણીના સાસરીયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશન નો સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક વિભાપર ગામમાં રહેતી અને મોરબી પરણાવેલી સોનલબેન વિજયભાઈ પરમાર નામની ૩૫ વર્ષની મહીલા એ જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં આવીને પોતાને મારકુટ કરી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ વિજય નાથાભાઈ પરમાર, સાસુ ચંપાબેન નાથાભાઈ પરમાર, જેઠ હિંમતભાઈ નાથાભાઈ પરમાર અને જેઠાણી હંસાબેન હિંમતભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

Dowry demand a social menace, makes woman's life hell: Delhi court

લગ્નના પ્રથમ અઠવાડિયાથીજ સાસરા પક્ષના ચારેય સભ્યોએ ઘરમાં નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, અને વારંવાર ઝઘડાઓ કરવામાં આવતા હતા.

જેથી સોનલબેન આખરે પોતાના માવતરે રહેવા વિભાપર આવી ગઈ હતી, અને મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.