૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારમાં વિશાળ બાઈક રેલી યોજાઈ , ઠેર ઠેર જગ્યાએ સાંસદ પૂનમબેન માડમનું કરાયું ભવ્ય સ્વાગત…..

ભારતીય જનતા પાર્ટી ૭૯ જામનગર (દક્ષિણ) વિધાનસભાની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી . એમ્યુઝમેન્ટ પાર્કથી શરુ થયેલ આ રેલી સત્યમ કોલોની – કૃષ્ણનગર રોડ – પીપળાવાળા ચોક – શાંતિનગર,૪ – જનતા ફાટક – હર્ષદ માતાના મંદિર – જૂનો હૂડકો – આઈ લાઈન – એફ લાઈન – રઘુવીર ચોક – આર્ય પાન – સરદાર પટેલ ચોક – નવાનગર બેન્ક ચોક – હીરજી મિસ્ત્રી રોડ – જોલી બંગલૉ – ૫૮, દી પ્લોટ – હિંગળાજ ચોક – નવી નિશાળ – પાણી નો ટાંકો – મિલેટ્રી ગેઇટ – જેલ – પવન ચક્કી – નાનકપુરી – સાધના કોલોની – પટેલ પાર્ક – જડેશ્વર મંદિર – મહાવીરનગર – બાઈની વાળીનો મેઈન કોર્નર – જૂની આઈસ ફેક્ટરી – ક્રિષ્ના પાર્ક – કિશાન ચોક – પવન ચક્કી – આર્યસમાજ રોડ – ખંભાળિયા ગેઇટ – હવાઈ ચોક – સન્ટ્રલ બેન્ક – ચાંદી બજાર – દરબાર ગઢ  – શાક માર્કેટ – દિપક ટોકીઝ – બેદી ગેઇટ – ઇન્દ્રપ્રસ્થ – પંચેશ્વર ટાવર – ભાજપ કાર્યાલય એ પૂર્ણ થયેલ. રેલી દરમિયાન ૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પવનચક્કી સહીત અનેક સ્થળે ભવ્ય સ્વાગત, પુષ્પગુછ, હારથી માનનીય સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનું અભિવાદન કરવામાં આવ્યું તથા વિજય તિલક કરવામાં આવેલ. આશરે ૫૦૦ થી વધુ બાઈક રેલીમાં જોડાઈ હતી. સમગ્ર રેલી દરમિયાન “અબકીબાર મોદી સરકાર”, તથા “અબકી બાર ૪૦૦ કે પાર” ના નારા સાથે સમગ્ર વિસ્તાર ભગવા મય યથી ગયો હતો . 

આ રેલીમાં ૧૨ લોકસભા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરેમન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહીત કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.