78 વિધાનસભા વિસ્તારમાં ભવ્ય રોડ શો , પૂનમબેન તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ ના નારા સાથે લોકોએ કર્યું સ્વાગત

૭૮ વિધાનસભા વિસ્તારમાં ભવ્ય રોડ સોનું આયોજન કરવામાં આવ્યું, હાથમાં ભાજપાના ઝંડા સાથે અબકી બાર ૪૦૦ કે પાર…પૂનમબેન તુમ આગે બઢોના નારા સાથે વિશાળ સમર્થકોએ બેનનું અભિવાદન કરી રોડ શોને શરુ કર્યો હતો.

શરુ સેક્શન રોડ પરના ભાજપા કાર્યાલય ખાતેથી શરુ થયેલ રોડ શો પાયલોટ બંગલા, ખોડીયાર કોલોની, દિગજામ સર્કલ, – ઓવર બ્રીજ – મહાકાળી સર્કલ – બકુલ પાન- બાલાજી૧-૨-૩ – બળદેવનગર યોગેશ્વરધામ રોડ -તીરૂપતી મહાદેવ મંદિર – આર.ઓ. પ્લાન્ટ-બેડી રીંગ રોડ-ક્રિષ્ના ચોકડી-વામ્બે આવાસ હનુમાન ટેકરી-આર.ઓ. હાઇટસ પહોચી હતી. ખુલ્લી જીપમાં સવાર સાંસદ પુનમબેન માડમનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. વોર્ડ નંબર છ બાદ આ રોડ શો વોર્ડ નં. ૫ પ્રવેશ્યો હતો જેમાં શાળા નં. ૩૧ માં ફાઇનાન્સ – નિલકમલ ચોકડી -ગોળ બંગલો – સોઢા સ્કુલ – જય ભગવાન સોસાયટી – ૭૮કાર્યાલયની સામે -કલેકટર ઓફીસ-અંબીકા ડેરીવાળો રોડ – સત્યસાંઈ રોડ – હિતેનભાઈ ભટ્ટના ઘર પાસેથી વાલ્કેશ્વરી સનસાઈન સ્કુલ સામેનો રોડ- તકવાણી હોસ્પીટલવાળા રોડથી પુનમબેન માડમના ઘર પાસેથી – જીતુભાઈ લાલના ઘર પાસેથી – સ્વસ્તીક સોસાયટી વી માર્ટ આશીષભાઇના ઘર પાસેથી કરશનભાઈ ભુતીયાના ઘર પાસેથી – જોગર્સ પાર્કથી સેન્ટ આન્સ સ્કુલ સુધી પહોચી હતી. આ તમામ વિસ્તારોમાં પ્રબુદ્ધ અબાલ વૃદ્ધ નાગરિકો દ્વારા હાલારની દીકરીને વધાવી લેવામાં આવી હતી અને તમામના ચહેરાના હાવભાવ જંગી બહુમતથી ચુંટી કાઢવાના વચન આપતા હોય એવા જોવા મળ્યા હતા. અહીંથી રોડ સો વોર્ડ નમ્બર ત્રણમાં સેન્ટ આન્સ સ્કુલથી ડીકેવી – ગંગામાતા હિમ્મતનગર – રામ મંદિર – વિકાસ ગૃહ રોડ થી રોડ નં. ૧ થી ભૂતયા બંગલા સુધી પહોચ્યો હતો જ્યાં વેપારી વર્ગ દ્વારા પુનમબેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું.બહોળા પ્રતિશાદ અને ઉમળકા સાથે ઉપરોક્ત વોર્ડ નંબર ત્રણના વિસ્તારો પાર કરી હાલારની દીકરીનો રોડ સો વોર્ડ નંબર બેના ગાંધીનગર-બળીયા હનુમાન મંદિર – હનુમાન મંદિર પછી, ગાંધીનગર શંકર મંદિર- દાદાભાઇની દુકાન- પુનીતનગર- પાંચ બંગલા રાંદલનગર થઈ – રામેશ્વર ચોક – કિશનભાઈ માડમના ઘર પાસેથી રોડ નં. ૨ માંથી થઈ રામેશ્વર ચોક પહોચ્યો હતો. આં વિસ્તારોના નાગરિકોએ બેનને ફૂલહાર અને પુષ્પાંજલિ કરી વધામણા કર્યા હતા. અબકી બાર ૪૦૦ કે પાર અને અમે પૂનમબેનની સાથેના ડીજે તાલ સાથે આગળ વધતો રોડ શો વોર્ડ નં. ૪માં પ્રવેશ્યો હતો. જ્યાં અદમ્ય ઉત્સાહ સાથે લોકોએ બેન પુનમબેનના ઓવારણા લીધા હતા. અમે તમારી સાથેના કોલ આપ્યા હતા.આ રોડ સોમાં શહેર જિલ્લા સંગઠનના હોદ્દેદારો, બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, મહાનગરપાલિકા મેયર વિનોદ ખીમસુર્યા સહીત શહેર જિલ્લાભરની તમામ બોડી અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.