શું તમે તમારા બાળકોના સર્વાંગી વિકાસ વિશે ચિંતિત છો? તો આ લેખ તમારા માટે છે. કારણ કે જામનગરના એજ્યુકેશન જગત માં સર્વાંગી વિકાસની એકમાત્ર સંસ્થા એટલે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ . જેને તા. ૪.૨.૨૦૨૩ શનિવારના રોજ પોતાના ૮ મું વાર્ષિક ઉત્સવ કે જેમાં સંપૂર્ણ મેનેજમેન્ટ પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલ શ્રીમતી રંજના ઝા ના માર્ગદર્શન મુજબ ખૂબ સફળતાપૂર્વક કરેલ. આ વાર્ષિક ઉત્સવ ની થીમ “નૃત્ય નાટિકા – તેનાલી રામન ” રહેલ.જેમાં ધોરણ ૩ થી ૯ ના વિદ્યાર્થીઓ નું ૧૦૦% પાટીસીપેશન કરી એક અનોખી સિદ્ધિ હાસલ કરેલ.જેમા ઉપસ્થિત મહેમાનો D.P E O સી. એન. જાડેજા, T.P.E O એચ. આર. હડિયા, સૌરાષ્ટ્ર ના જનરલ મેનેજર બી. કે.ચંદારાણા તથા તેમના શ્રીમતી રાખી બેન ચંદારાણા, રોટરી ક્લબના ડૉ મિતલ પટેલ, વિશ્વાતમાં વુમન અને ચાઇલ્ડ વેલ્ફર ના સેક્રેટરી કુમારી વૈશાલી રાયઠઠ્ઠા અને પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ના પ્રિન્સિપાલ શ્રીમતી મોનિકા ચૌધરી તથા અન્ય મહાનુભાવો આ સફળતાને બિરદાવેલ.આ વાર્ષિક ઉત્સવ ને સફળ બનાવવામાં પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ ના પ્રિનસીપાલ શ્રીમતી રંજના ઝા તથા સંપૂર્ણ સ્કૂલ ની ટીમે અથાગ પ્રયત્ન કરેલ.