મહારાષ્ટ્રના ગોંદિયામાં માલગાડી અને પેસેંજર ટ્રેનની ટક્કર થઈ!

A freight train and a passenger train collided in Maharashtra's Gondia!

હારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી. આ અકસ્માતમાં 50થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. મળતી માહિતી મુજબ માલગાડી અને મુસાફર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગનલ ન મળવાના લીધે આ દુર્ઘટના સર્જાઇ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના બુધવારે સર્જાઇ હતી. 

 A freight train and a passenger train collided in Maharashtra's Gondia!

કહેવામાં આવી રહ્યું છે તેમાંથી એક ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઇ રહી હતી. સિગ્નલ ન મળવાના લીધે પેસેંજર ટ્રેન ભગત કી કોઠી અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર સિગ્નલની સમસ્યાના કારણે બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી ગઇ હતી. સિગ્નલ મળતાં બિલાસપુર-ભાગત કી કોઠી પેસેંજર ટ્રેન આગળ નિકળી. તો બીજી તરફ પાટા પર માલગાડી નાગપુર તરફ જઇ રહી છે. રેલવે સિગ્નલ ન મળતાં તે ગોંદિયા ગેટ પાસે પેસેંજર ટ્રેને માલગાડીને ટક્કર મારી દીધી. રેલ અકસ્માતમાં 53 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 13ને સામાન્ય ઇજા પહોંચી છે.