બાળકના પિતાએ જ પત્ની સામે ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી બાળકને બીજાનું ગણાવી તળાવમાં ફેંકી હત્યા કર્યા ની કબુલાત
જામનગર તા ૨૨, જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ નજીકના તળાવમાંથી પરમદીને સવારે મળી આવેલા ચાર વર્ષના માસુમ બાળકના મૃતદેહના પ્રકરણમાં નવો ધડાકો થયો છે, અને તેના સગ્ગા બાપેજ તળાવમાં ફેંકી દઇ હત્યા કર્યાનું સામે આવ્યું છે. પત્ની પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરી બાળક પોતાનું ન હોવાનું ગણાવી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ ના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ ભીખાભાઈ સોલંકી કે જેણે પોતાના ચાર વર્ષના માસુમ બાળક ને તળાવમાં ફેંકી દઈ તેની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મુન્નાભાઈ ભીખાભાઈ સોલંકી કે જે પોતાની પત્ની લલિતાબેન પર શંકા કરતો હતો, અને બે ત્રણ દિવસ પહેલા ઝઘડા પણ થયા હતા. ત્યારે તેણે સંતાનને મારી નાખવાની અને પોતે પણ મરી જવાની વાત કરી હતી.
દરમિયાન બાળક પોતાનું હોવાનો અસ્વીકાર કર્યો હતો, અન્ય કોઈ નો સંતાન હોવાનું જણાવી તેને તળાવમાં ફેંકી દઇ સાગા બાપેજ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. જે પ્રકરણમાં પોલીસ દ્વારા આરોપી મુન્નાભાઈ ભીખાભાઈ સોલંકી સામે આઇપીસી કલમ ૩૦૨ મુજબ ગુન્હો નોંધ્યો છે. અને તેની પૂછપરછ હાથ ધરી છે

