થાઇલેન્ડમાં ભારતીયોના સૌથી લોકપ્રિય નાઈટ ક્લબમાં લાગી આગ! 13ના મોત

A fierce fire broke out in the most popular night club of Indians in Thailand! 13 deaths

થાઇલેન્ડના ચોનબુરી વિસ્તારની એક નાઇટ ક્લબમાં આગ લાગવાથી 13 લોકોના મોત નિપજ્યાં છે અને 35 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, સ્થાનીય સમયાનુસાર શુક્રવાર રાત્રિના રોજ આ ઘટના ઘટી હતી. જે સમયે આગ લાગી હતી તે સમયે નાઇટક્લબમાં ખૂબ ભારે સંખ્યામાં લોકો હાજર હતા. 13 લોકોમાંથી 9 પુરૂષો અને 4 મહિલાઓ સામેલ હતી. આ નાઇટ ક્લબ ભારતીય પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય હતી.

A fierce fire broke out in the most popular night club of Indians in Thailand! 13 deaths

પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઇએ જણાવ્યું કે, સટ્ટાહિપ જિલ્લાના માઉન્ટેન બી નાઇટ ક્લબમાં લગભગ 1:00 વાગ્યે (ગુરૂવારના રોજ 1800 GMT) આગ લાગી હતી. મોટા ભાગના નાગરિક થાઇલેન્ડના જ છે, કેટલાંક વિદેશીઓને પણ નુકસાન થયું છે. હાલમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. ઘાયલોમાં કેટલાંકની હાલત ગંભીર છે. આ અંગે અધિકારીઓએ વધુમાં જાણકારી આપતા જણાવ્યું કે, પ્રમુખ ઓનલાઇન વિક્રેતા ‘ઓઝોન’ ના એક ગોદામમાં આગ લાગવાના કારણે 50 હજાર વર્ગ મીટરનો એરિયા પ્રભાવિત થયો છે.

A fierce fire broke out in the most popular night club of Indians in Thailand! 13 deaths

મોસ્કોના ઉત્તર-પશ્ચિમમાં ઇસ્તરા શહેરની પાસે આકાશમાં કાળા ધુમાડાના મોટા ગોટેગોટા દેખાયા. રશિયાના આપાત મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગ બુઝાવવા માટે ત્રણથી વધુ ફાયર ફાઇટર હેલિકોપ્ટર સાથે 150 ફાયરકર્મીઓ જોડાયા હતા. જો કે, અધિકારીઓએ હજુ સુધી એ નથી જણાવ્યું કે, આ આગ શા કારણોસર લાગી હતી.