Site icon Meraweb

સાત રસ્તે ટ્રાફિક વાહનચાલકો માટે રોજનો માથાનો દુ:ખાવો

A daily headache for traffic drivers on seven routes

જામનગર શહેરમાં થોડા-થોડા સમયે ટ્રાફિક પોલીસ તથા એસ.ટી. વિભાગ દ્વારા તથા અલગ રીતે ટ્રાફિક શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવે છે. જેમાં ટ્રાફિક પોલીસ શાખાની પ્રશંસાઓ થતી રહી છે. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે, જામનગરમાં ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા વર્ષોથી યથાવત છે. જે બાબતે કોર્પોરેશન અથવા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કોઇ ગંભીરતા લેવામાં આવતી નથી.

છેલ્લા ઘણાં વર્ષથી શહેરમાં સુભાષ બ્રિજથી શરૂ કરીને સાત રસ્તા સુધી સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.20 કિ.મી.નો ફલાય ઓવર બની રહ્યો છે. જેને પરિણામે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અવ્યવસ્થીત બની રહી છે. આમ છતાં, ટ્રાફિક પોલીસ દ્વારા આ મુદ્દે ગંભીર દાખવવામાં આવતી નથી. ખાસ કરીને સાત રસ્તા અથવા રાણી લક્ષ્મીબાઇ સર્કલ તરીકે ઓળખાતા સર્કલ પર ખરેખર તો પાંચ મુખ્ય રસ્તા ભેગા થાય છે. આવક-જાવકના રસ્તાઓ ગણીએ તો અહીં કુલ 10 રસ્તાઓ ભેગા થાય છે. અને શહેરનો આ સૌથી વ્યસ્ત વિસ્તાર હોવાના કારણે 24 કલાક દરમીયાન અહીં ભારે વાહનો અને એસ.ટી. સહિત હજારો વાહનો પસાર થાય છે.

પરંતુ અફસોસની વાત એ છે કે, શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સાત રસ્તા જંકશન પર ટ્રાફિક નિયંત્રણ અને નિયમન માટે કયારેય કોઇ વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી. કયારેક કયારેક અહીં ટ્રાફિક પોલીસના એક-બે જવાનો અને ટીઆરબીના પાંચ-સાત છોકરાઓ ઉભા હોય છે. પરંતુ તેઓને ટ્રાફિક નિયમનમાં જરાપણ રસ હોતો નથી. તેઓ કેસ નોંધીને પોતાની કામગીરી દેખાડવામાં વધુ વ્યસ્ત રહેતા હોય છે. જેને કારણે આ સર્કલ પર કાયમ માટે ટ્રાફિકનુ જંગલ જોવા મળે છે. હાલમાં ફલાય ઓવરનુ કામ ચાલી રહ્યું હોય પરિસ્થિતી વધુ ગંભીર બની ગઇ છે.

આમ છતાં જયાં સુધી મીડિયાનો કેમેરા આ સર્કલ પર ફરે નહીં ત્યાં સુધી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી સ્ટાફ ટ્રાફિક નિયમનમાં રસ લેતાં ન હોવાના કારણે અહીં દિવસ દરમિયાન એક કરતાં વધુ વખત ખાસ કરીને સવારે અને સાંજે ટ્રાફિક જામના ભયાનક દ્રશ્યો જોવા મળે છે. જેમાં હજારો વાહન ચાલકો ફસાઇ જતાં હોય છે. શહેરની મોટાભાગની હોસ્પિટલ પણ આ સર્કલ નજીક હોવાના કારણે તેમજ બહારગામથી જી. જી. હોસ્પિટલ આવવાનો માર્ગ અહીંથી પસાર થતો હોવાના કારણે આ ટ્રાફિક જામમાં અવાર-નવાર ખાનગી એમ્બ્યુલન્સ અને 108 ફસાઇ જતી હોય છે.

જિલ્લા પોલીસ વડાએ અંગત રીતે રસ લઇને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટરને આ અંગે માર્ગદર્શન આપવું જોઇએ તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે. જો કે, જામનગરનો અત્યાર સુધીનો ઇતિહાસ સાક્ષી છે કે, કોઇપણ જિલ્લા