Site icon Meraweb

આતંકવાદી પન્નુ સામે અમદાવાદમાં કેસ નોંધાયો, IND Vs Pak વર્લ્ડ કપ મેચમાં આપી હતી હુમલાની ધમકી

A case has been registered in Ahmedabad against terrorist Pannu, who threatened to attack in the IND Vs Pak World Cup match

પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) ના સ્થાપક અને નિયુક્ત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ ભારત વિરુદ્ધ પાકિસ્તાન ICC વર્લ્ડ કપ 2023 મેચ પહેલા ધમકી આપ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અનેક કલમો હેઠળ ફરિયાદ દાખલ

અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી, અજીત રંજને ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, “વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અગાઉથી રેકોર્ડ કરેલા ધમકીભર્યા સંદેશાઓ પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પન્નુ વિરુદ્ધ કલમ 121 (A) નોંધવામાં આવી છે. આ કેસ કલમ 153(A)(B), 505 IPC, UAPA અને IT એક્ટ 66F હેઠળ FIR નોંધવામાં આવી છે.