Site icon Meraweb

જામનગરમાં હાર્ટ એટેકના કારણે 24 વર્ષીય યુવાનનું મોત , પરિવારમાં શોકનો માહોલ

દિવસે દિવસે યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થતો જાય છે ત્યારે જામનગરમાં એક 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુ થયું છે.

યુવાનને તાવ શરદી સંબંધિત શારીરિક તકલીફ હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયો હતો. ત્યારે હોસ્પિટલમાં જ એકાએક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું છે.

જામનગરમાં સેનાનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય રવિ લુણાના મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે.24 વર્ષીય યુવાન રવિ કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને BCA નો અભ્યાસ કરેલ આ યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે.

યુવાનોમાં હાર્ટ એટેકના કારણે થતાં મૃત્યુના બનાવોએ દિવસેને દિવસે ચિંતાનો વિષય બનતો જાય છે. ત્યારે હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી અને ગરબે ઘૂમવામાં મશગુલ પડેલા યુવાધને સાવચેતી રાખવાની ખાસ જરૂરિયાત છે. શરીરમાં પડતી કોઈપણ પ્રકારની તકલીફને નજર અંદાજ કરીને બેદરકારી દાખવવા બદલે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચી અને સારવાર મેળવવી જોઈએ.