હાલ દેશમાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પૂર્ણ થઇ છે. તે સમયે NDAના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુને બનાવાયા હતા. જેમાં હવે દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ બની જશે એવી સંભાવના જોવા મળે છે ત્યારે ભારતના આગામી રાષ્ટ્રપતિના જીવન પર પ્રથમ પુસ્તક લખવામાં આવી છે. દ્રૌપદી મૂર્મુના જીવનની સંઘર્ષ ગાથા પર સુરતની એક 13 વર્ષીય બાળકી ભાવિકા મહેશ્વરી દ્વારા આ પુસ્તક લખવામાં આવી છે. જેમાં દ્રૌપદી મૂર્મુ માટેની આ પુસ્તિકા 4 ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે.આ ઉપરાંત એવોર્ડ ફંકશન માટે રાષ્ટ્રપતિ ભવન ગયેલી ભાવિકાને જ્યારે ખબર પડી કે, દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યારે મૂર્મુને જાણવા માટે ભાવિકાને પુસ્તકો ન મળતાં તેણીએ પુસ્તક લખવા માટે તૈયારી કરી અને આ પુસ્તક લખાઇને તૈયાર છે.
જેને લઈ ભાવિકાએ જણાવ્યું હતું કે, ઘણા વિરોધ પક્ષોએ ઝૂંપડીઓમાં જન્મ લીધો છે અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો બનવું એ વિશ્વની સૌથી મોટી લોકશાહીની સુંદરતા છે. તેણે તે પણ કહ્યું કે દ્રૌપદી મુર્મુ એ સબકા સાથ સબકા વિકાસ મંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગરીબી સામે લડવું, સંઘર્ષ કરવો, મુર્મુ રાષ્ટ્રપતિ બનશે તો આખી દુનિયામાં સકારાત્મક સંદેશ જશે. અડધી વસ્તી પણ મહિલા સશક્તિકરણની બાબત સાબિત થશે. ભાવિકાએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ટૂંક સમયમાં જ આ હિન્દી મોટિવેશનલ બુક પ્રિન્ટ કરીને બહાર પાડવામાં આવશે.