ધનરાજ નથવાણી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર છે અને સાથે-સાથે તેઓ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી તેમજ ફોર્ચ્યુન 500માં સામેલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગ્રુપ પ્રેસિડેન્ટનો હોદ્દો પણ ધરાવે છે. એકસમયે ટેક્સટાઈલ્સ અને પોલિએસ્ટર કંપની તરીકે જાણીતી રિલાયન્સ કાળક્રમે ઉત્ક્રાંતિ પામીને હવે એનર્જી, મટીરિયલ્સ, રિટેલ, એન્ટરટેઈન્મેન્ટ અને ડિજિટલ ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂકી છે. રિલાયન્સની પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ પોર્ટફોલિયો એ હદે વિસ્તરી ચૂક્યો છે કે આજે તે કોઈને કોઈ રીતે દરેક ભારતીયને તેના રોજિંદા જીવનમાં આર્થિક અથવા સામાજિક ફલક પર સ્પર્શી રહ્યો છે. રિલાયન્સ હવે એવા પ્લેટફોર્મ્સનું નિર્માણ કરવા પર ધ્યાન આપી રહી છે કે જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપશે અને ભારત માટે અનેક તકો અને સફળતાની ક્ષિતિજોનું નિર્માણ કરશે, જેથી તેના દરેક નાગરિકો પોતાની ખરી ક્ષમતાને ઉજાગર કરી શકે. રિલાયન્સનું નાણાંકીય વર્ષ 2023-24 માટેનું નાણાકીય પ્રદર્શનઃ રેવન્યુ રૂ. 10,00,122 કરોડ (યુએસ$ 119.9 બિલિયન) અને ચોખ્ખો નફો રૂ. 79,020, કરોડ (યુએસ$ 9.5 બિલિયન).
ધનરાજ નથવાણી અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મેન્યુફેક્ચરિંગ ડિવિઝન તેમજ વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝન ઉપરાંત ગુજરાતમાં રિલાયન્સ જિયોની કામગીરી સંભાળી રહ્યા છે. તેઓ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ્સ, પ્રોક્યોર્મેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ્સ, હ્યુમન રિસોર્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સિક્યોરિટી, કોર્પોરેટ અફેર્સ અને કંપનીના બંને મેન્યુફેક્ચરિંગ ડિવિઝનની સીએસઆર પ્રવૃત્તિઓનો હવાલો સંભાળી રહ્યા છે. તેઓ દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્ય સંબંધિત ચોક્કસ વધારાની જવાબદારીઓ પણ સંભાળી રહ્યા છે.
તેઓ રમતગમત પ્રત્યે અત્યંત ઉત્સાહી છે. ધનરાજ નથવાણી હાલ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના (જીસીએ)ના પ્રેસિડેન્ટ છે. અગાઉ 2013માં, અમિત શાહજીએ વર્ષ 2013માં જીસીએનો ચાર્જ લીધો હતો અને એસોસિયેશનના તત્કાલીન પ્રેસિડેન્ટ તરીકે તેમણે અમદાવાદમાં સમગ્ર વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાનું સ્વપ્ન સેવ્યું હતું અને કેટલાક દૂરોગામી અસરો ધરાવતા નીતિ વિષયક ફેરફારો કર્યા હતા. તેમના અનુગામી તરીકે, ધનરાજ નથવાણીએ આ સ્વપ્નની પરિકલ્પનાને આગળ ધપાવી હતી અને તેને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેની ફળશ્રુતિરૂપે આપણે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈ રહ્યા છીએ. સાચે જ, ક્રિકેટિંગ વિશ્વમાં આ સ્ટેડિયમ એક બેનમૂન સ્થાપત્યનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યું છે.
ધનરાજ નથવાણી નીચે મુજબની સંસ્થાઓ/ બોર્ડમાં હોદ્દો ધરાવે છે:
· ઉપ-પ્રમુખ, દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ, દ્વારકા
· પ્રમુખ, જામનગર જિલ્લા ફૂટબોલ એસોસિયેશન
· સભ્ય, ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફ
· સભ્ય, નાથદ્વારા ટેમ્પલ બોર્ડ
· ઉપ-પ્રમુખ, યુનાઈટેડ નેશન્સ એસોસિયેશન, ગુજરાત
· સભ્ય, ગવર્નિંગ બોર્ડ ઓફ જીએલએસ યુનિવર્સિટી, અમદાવાદ
· સભ્ય, બોર્ડ ઓફ ગવર્નર્સ, ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન
· ઉપ-પ્રમુખ, સુદામા સેતુ સેવા સોસાયટી, દ્વારકા
· સભ્ય, હાઈ પાવર કમિટી ઓફ જીઓજી, ગુજરાત પ્રોફેશનલ ટેકનિકલ એજ્યુકેશનલ કોલેજીસ ઓર ઈન્સ્ટિટ્યૂશન્સ (પ્રોસિજર ફોર ડિક્લેરેશન ઓફ રેન્ટર ઓફ એક્સેલન્સ).
· બોર્ડ સભ્ય, વડોદરા મેરેથોન, વડોદરા
· સભ્ય, કારોબારી સમિતિ, ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેટિવ સોસાયટી
· સભ્ય, ગવર્નિંગ કાઉન્સિલ ઓફ જયસુખલાલ વાઢેર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ.
· ટ્રસ્ટી, શ્રી શારદાપીઠ વિદ્યાસભા, દ્વારકા
શિક્ષણ:
ધનરાજ નથવાણી રિજન્ટ્સ બિઝનેસ સ્કૂલ ઓફ લંડન (યુકે)માં ઈન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેમણે માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ)નો અભ્યાસ કોર્પોરેટ લૉ એન્ડ પબ્લિક રિલેશન્સ મેનેજમેન્ટમાં સ્પેશિયલાઈઝેશન સાથે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં કર્યો છે.