જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ પરના ધાર્મિક સ્થળ ઉપર પોલીસ તંત્ર દ્વારા ગુપ્ત ઓપરેશન પાર પાડી ડિમોલેશન કરાયું

પીરોટન ટાપુ પર દરગાહ અને મજાર સહિતના ધાર્મિક સ્થળનું બાંધકામ વગેરેને ભારે પોલીસ પહેરાની વચ્ચે દૂર કરાયા

જામનગર નજીક બેડીના દરિયામાં આવેલા પિરોટન ટાપુ કે જ્યાં ધાર્મિક સ્થળ વગેરે ઊભા થઈ ગયા હતા. જે હકીકતમાં દબાણ હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. જામનગરની હિન્દુ સેના સહિતના અનેક સંસ્થાના લોકોએ દબાણ દૂર કરવા માટેની રજૂઆતો કરી હતી. અંદાજીત 4000 સ્ક્વેર ફૂટ જગ્યામાં કરવામાં આવેલ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

દરમિયાન આજે સવારે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ઓપરેશન ને પાર પાડ્યું હતું. જોકે આ કામગીરી ગુપ્ત રાખવામાં આવી છે, અને વહેલી સવારથી મોટી પોલીસ ટુકડી પીરોટન ટાપુ પર બોટ મારફતે પહોંચી હતી, અને ત્યાં ડિમોલેશન હાથ ધરી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતનો 1600 કીલોમીટરનો લાંબો દરિયા કિનારો જે અતિસંવેદનશીલ ગણવામાં આવે છે. સોનાની દાણચોરી હોય કે આરડીએકસ લેન્ડીંગ… અરબી સમુદ્ર અને એમાં સૌરાષ્ટ્રનો દરિયાઇ સીમા વિસ્તાર હંમેશા કેન્દ્રસ્થાન સ્થાને રહ્યો છે. ત્યારે ભૂતકાળમાં પીરોટોન ટાપુ પર શંકાસ્પદ આવાગમન પ્રવૃતિઓ સામે આવી હતી..જેને લઇને હિન્દુ સેના સહિત અનેક ધાર્મિક સંસ્થાઓએ તંત્રનું આ બાબતે ધ્યાન દોર્યું હતું.ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા આ ટાપુ પર લોકોના આવાગમન પર રોક લગાવવામાં આવી હતી.

પીરોટનટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિ અને કુદરતી સૌંદર્યના કારણે મરીન નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે. આ ટાપુ પર અનેક પ્રકારની દરિયાઈ જીવ સૃષ્ટિ દ્રશ્યમાન થાય છે. આ ટાપુ સૌંદર્યની સાથે-સાથે એટલો જ સંવેદનશીલ પણ ગણવામાં આવે છે. મરીન નેશનલ પાર્ક તરીકે ઓળખાતા આ ટાપુ પર માનવ વસાહત માટે પરવાનગી નથી. વિસ્તારમાં માનવ વસાહત જ શક્ય નથી ત્યાં ધાર્મિક સ્થાનો પણ વિકસ્યા હતા, ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ વિષયને લઈ અનેક વખત વન વિભાગ, કલેકટર ઓફિસ, જીએમબી, મરીન પોલીસને અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. 2019 માં આ મુદ્દો પ્રકાશમાં આવતા ખુબજ ચર્ચામાં રહ્યો હતો.જ્યાં એક દરગાહ તેમજ છ મજાર સહિતના બાંધકામ ઊભા થયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જે તમામ ધાર્મિક સ્થળના બાંધકામો દૂર કરી લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.