ગુજરાતમાં ‘નકલી’ની ભારે બોલબાલા! ડુપ્લિકેટ અધિકારી બની છેતરપિંડીની કિસ્સાઓ વધ્યા, પ્રજા લૂંટાય છે અને સરકાર નિહાળે છે તમાશો

છેલ્લાં ઘણાં વખતથી ગુજરાતમાં નકલી અધિકારીનો જાણો રાફડો ફાટ્યો છે, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી IPS, નકલી ED અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર, નકલી જજ સુદ્ધા પકડાયા છે. ઉત્તર ગુજરાતમાંથી નકલી શિક્ષણ સચિવ અને કચ્છમાંથી નકલી વકીલ ઝડપાયાં છે.

રાજ્યમાંથી 20 નકલી અધિકારીઓ ઝડપાયા

ઠગબાજો પ્રજાને લૂંટીને કરી રહ્યા છે તાગડધિન્ના

આ પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે, ડુપ્લિકેટ અધિકારી બનીને છેતરપિંડી કરવાના કિસ્સામાં વધારો થયો છે. ગુજરાતમાં નકલીની જાણે ભરમાર રહી છે. નકલી અધિકારી બનીને ગઠિયાઓ પ્રજાને રીતસર લૂંટી રહ્યા છે. આ લોકોને જાણે કાયદાનો કોઈને ડર રહ્યો નથી.