સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયત ના સરપંચ તથા પૂર્વ સરપંચ ના ઘેર ‘એક તો ચોરી ઉપરસે સીના જોરી’ જેવો બનાવ બનતાં ખળભળાટ

સરપંચના ઘરમાં પાવર ડીમ-ફૂલ થતાં વીજ કચેરીમાં કમ્પ્લેન કર્યા બાદ રીપેરીંગ માટે ગયેલી વીજ ટુકડી ને ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કરાઈ ,વિજ ટુકડી ના ચેકિંગ દરમિયાન સરપંચના ઘરમાંથી ડાયરેક્ટ લંગરિયું જોડાણ મળી આવતાં તેઓ સામે ૨.૧૮ લાખ ની વિજ ચોરીની ફરિયાદ નોંધાવાઈ

સિક્કા- દિગ્વિજય ગ્રામ ના સરપંચ અને ઉપસરપંચ ના ઘેર પાવર ડીમ ફૂલ થતો હોવાની વિજ કચેરીમાં ફરિયાદ બાદ ચેકિંગમાં ગયેલી ટુકડીને સરપંચ અને ઉપસરપંચે ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવાઈ છે. એટલું જ માત્ર નહીં ચેકિંગમાં ગયેલી ટુકડીને સરપંચ નાં ઘરમાંથી પાવર ચોરી થતી હોવાનું માલુમ પડતાં તેઓ સામે રૂપિયા ૨ લાખ ૧૮ હજારની વિજ ચોરી નું બિલ અપાયું છે, અને જામનગરના વીજ પોલીસ મથકમાં તેઓ સામે ફરિયાદ નોંધાવાઇ છે.જેથી આ પ્રકરણમાં ‘એકતો ચોરી અને ઉપરથી સીના જોરી જેવો ઘાટ ઘડાયાનો બનાવ બનતાં સિક્કામાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ જામનગર જીલ્લા નાં દિગ્વિજય ગ્રામ સિકકા નાં સરપંચ રેખાબેન અને પૂર્વ સરપંચ જગદીશ ચોહાણ એ વિજ કચેરીના હેલ્પ લાઇન નંબર ૮૧૪૧૧ ૨૬૧૬૫ ઉપર ફોન કર્યો હતો, કે મારા ઘરે પાવર ડીમ ફૂલ થાય છે, વહેલી તકે રિપેર કરી જાવ.દરમિયાન વિજ ઓફિસ નાં કર્મચારી એ ફોન માં કહેલું કે થોડી વાર માં માણસો મોકલું છું. એટલાંમાં તો પૂર્વ સરપંચ જગદીશ ચૌહાણ એ જેમ ફાવે તેમ ભૂંડી ગાળો બોલી ને ઓપરેટર તસ્લીમ ખાન ને ધમકાવ્યા હતા.
જેથી તસ્લીમ ખાન એ વિજ કર્મચારી કનુભાઈ રામભાઇ ડામોર ને જાણ કરતાં તાત્કાલિક કનુભાઇ ડામોર એ પોતાની ટીમ સાથે દિગ્વિજય ગ્રામ કારાભુંગામાં રહેતા સરપંચ અને પૂર્વ સરપંચ જગદીશભાઈ ચૌહાણ ના ઘરે પહોંચી ગયા હતા.
જ્યાં ચેક કરતાં તેમાં એ.બી. વાયર લીકેજ હોય જેને રીપેર કરવા માટે કનુભાઈ ડામોર એ જગદીશભાઈ ને કહયું હતું કે તમારે મીટર ક્યાં છે, અમારે લાઈટ ડીમ ફૂલ થતી હોય તે ચેક કરવું છે.
આટલુ પૂછતા જગદીશભાઈ તેમજ તેમના પત્ની રેખાબેન જે દિગ્વિજય ગ્રામ પંચાયત ના હાલ વર્તમાન સરપંચ હોય તે બન્ને પતિ પત્ની ઉશ્કેરાઈ ગયા હતા.

જેઓએ સ્થળ ઉપર આવેલા પીજીવીસીએલ ના કર્મચારીઓને બેફામ ભૂંડી ગાળો બોલી એટ્રોસિટીની ધમકી આપી, અને ત્યાંથી ભગાડી દીધા હતા.ત્યારબાદ પોતે જાતે થાંભલા માંથી ડાયરેક કનેક્શન લીધલું હોય તેને કાઢીને ફેંકી દીધું હતું.જેની જાણ ફરિયાદી કનુભાઈ ડામોર એ જામનગરના વિજ પોલીસ સ્ટેશન ખાતે કરીને જગદીશભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમને રૂપિયા ૨ લાખ ૧૮ હજાર જેવી મોટી રકમ ની વીજ ચોરી કરી હોય તેનું બિલ બનાવી ને આપ્યું હતું.
ઉપરાંત વીજ કર્મચારી કનુભાઈ ડામોર દ્વારા સિકકા પોલિસ સ્ટેશને પહોંચી જઈ પોતાની તેમજ પોતાની સાથેના અન્ય સ્ટાફ ને ધાક ધમકી આપી ગાળો ભાંડી ફરજ માં રૂકાવટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના અનુસંધાને સિક્કા પોલીસે સરપંચ અને પૂર્વ સરપંચ સામે ગુનો નોધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. સિક્કા ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે