જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં કમર તોડી નાખે તેવા ખાડા , સ્થાનિકો પરેશાન

જામનગર શહેરમાં થોડા વરસાદમાં જ વિસ્તારોમાં તેમજ સોસાયટીઓમાં રસ્તાઓની હાલત થઈ ગઈ છે…. તૂટેલા રસ્તા અને કાદવ કિચડનું સામ્રાજ્ય લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયેલ છે…. જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે….

જો તમે આ રસ્તા પરથી પસાર થતા હોવ તો આ સમાચાર તમારા માટે છે કારણ કે વરસાદ વરસ્યો હોય અને ત્યારબાદ જો આ રસ્તા પરથી બાઈક કે સ્કૂટર લઈને નીકળશો તો કદાચ તમારા હાથ પગ કે કમર તૂટી જવાનો ભય રહેશે”આ વાત છે જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારની..,જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં રસ્તાઓની હાલતના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે… અનેક વખત લોકો રસ્તા ઉપર ખાડાઓના કારણે બાઈક પરથી પડ્યા હોય અને હાથ પગ ભાંગી ગયા હોય તેવા અનેક બનાવો બન્યા છે…. તેમજ ઘરની બહાર નીકળતાની સાથે જ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે….

વિસ્તારમાં રસ્તાઓની એવી બિસ્માર હાલત છે કે બાળકોને લેવા આવતી સ્કૂલ બસ પણ વિસ્તારમાં અંદર ઘૂસી શકે તેવી પરિસ્થિતિ નથી…. મહત્વની વાત એ છે કે જામનગર શહેરમાં એટલો બધો કોઈ ખાસ વરસાદ વરસ્યો જ નથી તેમ છતાં પણ રસ્તાની આ પ્રકારની બદત્તર હાલત એ મનપાના વિકાસ ઝંખતા હતા શાસનને અરીસો બતાવે છે…

આજરોજ સ્થાનિકો દ્વારા મનપાના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ ત્યાંના વોર્ડના બહુજન સમાજ પાર્ટીના કોર્પોરેટર ફૂરખાન શેખ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી….ભૂગર્ભ ગટરની અવારનવાર કરવામાં આવતી થીગડા અને સાંધા મારતી કામગીરીના કારણે વારંવાર આ રસ્તાઓ તોડવામાં આવે છે જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે…. અનેક વખત અધિકારીઓ તેમજ શાસકોને રજૂઆત કરવામાં આવે છે પરંતુ માત્ર જે રસ્તા પર મોરમ , માટી પાથરવાથી કાદવ કીચડ થાય છે…..

જામનગર શહેરમાં એક તરફ ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યા છે તો બીજી તરફ આ પ્રકારના કાદવ કિચડના કારણે રોગચાળો વાપરવાની લોકોમાં સેવાઈ રહી છે…. જામનગર શહેરનો આ બાલાજી પાર્ક વિસ્તાર વોર્ડ નંબર 6 અંદર આવે છે ત્યારે આ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે એક તરફ મહાનગરપાલિકા તંત્ર રોગચાળા પર નિયંત્રણ મેળવવા કામગીરી કરી રહી હોવાના ભંગ કરી રહી છે તો બીજી તરફ આ પ્રકારના બિસ્માર રસ્તા અને કાદવ કિચડના સામ્રાજ્યથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે….

આ વખતે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ફરીથી નવા રોડ બનાવી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે….