મુકેશ અંબાણીના પહેલા પૌત્ર પૃથ્વી અંબાણીએ શાળા જીવનનો પ્રથમ દિવસ મલાબાર હિલની સનફ્લાવર નર્સરી શાળામાં શરૂ કર્યો

પૃથ્વી અંબાણી ભારતમાં જ શિક્ષણ મેળવવા જઈ રહ્યા છે, તેથી સમગ્ર અંબાણી પરિવારે સર્વસંમતિથી તેમને મલાબાર હિલની સનફ્લાવર નર્સરીમાં શિક્ષણ અપાવવાનો નિર્ણય કર્યો છે. આકાશ અને શ્લોકાએ આ જ નર્સરી સ્કૂલથી પોતાના અભ્યાસનો પ્રારંભ કર્યો હતો. સનફ્લાવર નર્સરી સ્કૂલમાં પૃથ્વીને મોકલવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે તેમને જીવનની વાસ્તવિકતાનો પરિચય મળે તેમજ સુરક્ષિત વાતાવરણમાં ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. શાળાના પ્રથમ દિવસે પૃથ્વીના માતા-પિતા આકાશ અને શ્લોકો તેમને શાળાના દરવાજા સુધી મુકવા માટે ગયા હતા.

અંબાણી પરિવાર પૃથ્વીને ‘સામાન્ય’ જીવન જીવવા માટે સક્ષમ બનાવવા માટે છે, જે ખૂબ જ મુશ્કેલ જણાઈ રહ્યું છે કારણ કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો પૌત્ર રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય મીડિયાના કેન્દ્રમાં છે. અંબાણી પરિવારના ઘણાં ચાહકો તેમને ‘ભારતના રાજકુમાર’ તરીકે સંબોધન કરે છે.