ગુજરાત એટીએસને મળી સફળતા!કચ્છમાંથી બિનવારસી હાલતમાં ઝડપાયું 130 કરોડનું ડ્રગ્સ

કચ્છ: ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઈન ઝડપાયું છે

ગુજરાત ATSની ટીમે કોકેઈનના 13 પેકેટ જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત કરોડોમાં અંકાઇ રહી છે. ગુજકાત એટીએસએ (Gujarat ATS) સ્થાનિક SOG અને B ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

13 કિલો કોકેઈન ઝડપાયું

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ દ્વારા કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેઈન ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઈન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે કોકેઈનના 13 પેકેટ જપ્ત કર્યા છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોકેઈનની કિંમત પ્રતિ કિલોગ્રામ 10 કરોડ રૂપિયાની આસપસાપ હોવાનું માનવામાં આવે છે.