જામનગરમાં આઈસક્રીમ ખાતા પહેલા સાવધાન !!

જામનગરવાસીઓ આઈસક્રીમ ખાતા પહેલા સાવધાન રહેજો. જેમાં છાશવાળા પાર્લરના આઈસક્રીમમાંથી જીવાત નીકળી છે. તેમજ ગ્રાહકે ખરીદેલા આઈસક્રીમમાંથી જીવાત નીકળતા લોકો ચોંકી ગયા હતા. જેમાં જીવાત નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરી હતી. ત્યારે ફૂડ વિભાગે પાર્લર સંચાલકને કર્યો રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે.

છાશવાલા પાર્લરમાંથી આઇસ્ક્રીમમાંથી જીવાત મળી
છાશવાલા પાર્લરમાંથી આઇસ્ક્રીમમાંથી જીવાત મળી આવી છે. છાસવાળા પાર્લરને ત્યાં એક નાગરિક દ્વારા આઇસ્કીમની ખરીદી કરવામાં આવી હતી. જેમાં નાગરિકની આઇસ્કીમમાંથી જીવાત મળી આવી છે. આઇસ્કીમમાંથી જીવાત નીકળતા નાગરિકની જાગૃતાને કારણે પાર્લરને ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતુ. પાર્લરમાં રાખવામાં આવતા તમામ ચીજવસ્તુઓની ચકાસણી કરવામાં આવી છે. અને આઈસ્ક્રીમમાંથી જીવાત મળવા બદલ પાર્લર સંચાલકને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અગાઉ પણ આ પાર્લરમાંથી જીવાત મળી આવી હતી ,છાશવાલાની વિવિધ પ્રોડક્ટ્સના નમૂના ફેલ
આ અગાઉ પણ આ પાર્લરમાંથી જીવાત મળી આવી હતી. અગાઉ અમદાવાદ શહેરમાં એએમસી ફૂડ ડિપાર્ટમેન્ટે ચેકીંગ હાથ ધર્યું હતુ. જેમાં છાશવાલાની વિવિધ પ્રોડક્ટ્સના નમૂના ફેલ થયા હતા. તથા તમામ નમૂનાને પબ્લિક હેલ્થ લેબમાં મોકલ્યા હતા. તેમાં છાશવાલાની પ્રોક્ટ્સ ખાવાલાયક નથી. કારણ કે રાજભોગ મઠો, કાશ્મીરી કેસર પાવર મિલ્કના નમૂના ફેલ થયા હતા. તથા છાશવાલાનો મેંગો મઠો પણ હલકી ગુણવત્તાનો છે. શહેરના શ્યામલ ક્રોસ રોડ પાસે આવેલી છાશવાલા નામની દુકાનમાંથી ખરીદેલા મેંગો મઠોમાં મકોડા સહિતની જીવાત નીકળવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે દૂધ અને દૂધની બનાવટોના સેમ્પલ લેવાની સાથે સાથે છાશવાલાને નોટિસ ફટકારી અને દસ હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો.