જામનગર સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો બેદરકારીનો કિસ્સો આવ્યો સામે

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ

જામનગર સ્થિત સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો અણઘડ વહીવટ કોઈથી છૂપાયો નથી. અહીં વોર્ડમાં તેમજ લોબીમાં ઢોર તેમજ કૂતરાઓ આંટાફેરા કરે છે. તે લોકોએ તેમજ તંત્રએ મને-ક-મને મનાવી લીધુ છે. પરંતુ હવે તો તમામ હદ હટાવી દીધી હોય તેમ જી.જી. હોસ્પિટલમાં નવી બિલ્ડીંગ તરીકે ઓળખાતા સર્જીકલ વિભાગના ઓપરેશન થિયેટરમાં બિનદાસ્ત કૂતરૂ આંટાફેરા કરે છે અને ઓપરેશન થિયેટરમાંથી માંસનો લોચો લઈ તેને પલંગ નીચે નિરાંતે ખાઈ છે.

ઓપરેશન થિયેટરમાં કૂતરૂ બિનદાસ્ત આંટાફેરા કરી રહ્યું છે ઓપરેશન થિયેટરમાં જઈ કૂતરૂ માંસનો લોચો લઈને બહાર આવે છે પ્રિ-ઓપરેશન પલંગ નીચે બેસીને કૂતરો માંસના લોચાને ખાઈ છે

શ્વાનનો આંતક હવે જી જી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર સુધી પહોંચ્યો