જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગરના મોટા ચાર હોર્ડિંગ લગાવેલા હતા, જે હોર્ડિંગ ચૂંટણી તંત્ર દ્વારા આચાર સંહિતાના ભંગ ના સંદર્ભમાં ઉતરાવી લેવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જે.પી. મારવીયાના પ્રચાર પ્રસાર ને લગતા ચાર મોટા હોર્ડિંગ લાલ બંગલા સર્કલમાં આજે સવારે લગાવવામાં આવ્યા હતા. જે અંગેની જામનગરના ચૂંટણી તંત્રને જાણકારી થઈ હોવાથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ તાત્કાલિક અસરથી લાલ બંગલા સર્કલમાં પહોંચી જઈ કોઈપણ પ્રકારના મંજૂરી વિના લગાવેલા જુદા જુદા ચાર હોર્ડિંગ આચારસંહિતાના ભંગ સબબ ઉતારી લેવામાં આવ્યા હતા, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.