લોકસભા ચૂંટણી : PM મોદીની ગુજરાતમાં 6 સભાઓ, જામનગર બેઠક પર આ તારીખે યોજાશે સભા

લોકસભા ચૂંટણી : PM મોદીની ગુજરાતમાં 6 સભાઓ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની આ 6 સભાઓ લોકસભાની 15 બેઠકો આવરી લેશે. ચાલો જાણીએ તમામ સભાઓનો કાર્યક્રમ

1 મે 2024લોકસભા બેઠકો : બનાસકાંઠા,

પાટણ

સભા સ્થળ – ડીસા

બનાસકાંઠાથી ભાજપે રેખાબેન ચૌધરી અને પાટણથી ભરતસિંહ ડાભીને બનાવ્યા છે.

1 મે 2024લોકસભા બેઠકો : સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ પૂર્વ

સભા સ્થળ – હિંમતનગર

ભાજપે સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, મહેસાણાથી હરિભાઈ પટેલ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ આપી છે.

2 મે 2024લોકસભા બેઠકો : આણંદ, ખેડા

સભા સ્થળ – આણંદભાજપે આણંદથી મિતેષ પટેલ અને ખેડાથી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી છે.

2 મે 2024લોકસભા બેઠકો : સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર

સભા સ્થળ – વઢવાણભાજપે સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, રાજકોટથી પરશોત્તમ રૂપાલા અને ભાવનાગથી નિમુબેન બાંભણીયાને ટિકિટ આપી છે.

2 મે 2024લોકસભા બેઠકો : જૂનાગઢ, પોરબંદર, અમરેલી

સભા સ્થળ – જૂનાગઢ

ભાજપે જૂનાગઢથી રાજેશ ચુડાસમા, પોરબંદરથી મનસુખભાઈ માંડવીયા, અમરેલીથી ભરતભાઈ સુતરીયાને ટિકિટ આપી છે.

2 મે 2024લોકસભા બેઠકો : જામનગર, પોરબંદર

સભા સ્થળ – જામનગર દક્ષિણ

ભાજપે જામનગરથી પૂનમબેન માડમથી ટિકિટ આપી છે.