આપના શહેર પ્રમુખ કરશન કરમુર સહિત 12 સંગઠનના કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે.કેન્દ્રીય નેતૃત્વએ આપેલ વચનો પૂર્ણ ન થતતા રાજીનામું આપ્યું હોવાની વાત કહી રાજીનામુ આપી દીધું છે.જામનગરમાં એકાદ કલાક પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી અને સંજયસિંહને મળેલા જામીનનો જશ્ન ઉજવાયો હતો. ત્યાં જામનગર શહેરમાંથી આપના પ્રમુખ સહિત 12 જેટલા હોદેદારોએ રાજીનામું આપી દેતા આપમાં ફરીથી ગમનો માહોલ ફેલાયો છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં કરશન કરમૂર જામનગર 78 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. મૂળ ભાજપી ફરી ભાજપમાં ઘર વાપસી કરશે.આવતીકાલે કરશન કરમુર ભાજપમાં જોડાઈ શકે છે.