જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો , હારૂન પલેજાના હત્યારાઓ પકડાયા નથી ત્યાં વધુ એક 12 વર્ષની છોકરીની હત્યાથી સનસનાટી

જામનગરમાં ગુન્હેગારોને કોઈનો ડર ના હોય અને સાવ મોકળું મેદાન મળી ગયું હોય તે પ્રકારના બનાવો શહેરમાં બની રહ્યા છે.એક સપ્તાહ પૂર્વે ધારાશાસ્ત્રી હારુન પાલેજાની ભર બજારમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેના આરોપી હજુ પકડાયા નથી ત્યાં આજે વધુ એક બનાવ જેમાં ૧૨ વર્ષની એક છોકરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. ગઈકાલે સાંજના ભાગમાં જામનગરમાં ભર બજારમાં બે ત્રણ ઈસમો એક વ્યક્તિને ધોકાવારી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ત્યાં આજે વધુ એક બનાવના કારણે જામનગર વસીઓમાં ભય ફેલાયો છે.

આ ઘટનામાં મળતી વિગતો મુજબ જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં વસવાટ કરતા એક પરીવારની 12 વર્ષની માસુમ દીકરી દ્રષ્ટિ કારાવદરા નામની બાળકીની હત્યા તેની આસપાસમાં વસવાટ કરતા કોઈ વ્યક્તિએ કોઈપણ કારણોસર આ હત્યા નિપજાવ્યાની શંકાને આધારે પોલીસે તપાસ શરુ કરી છે.જો કે સતત હુમલા અને હત્યાના સરાજાહેર બનાવો જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિનો વાસ્તવિક અરીસો બતાવતું હોય તેવું લાગે છે.